સ્ત્રીના અંગૂઠા ઉપરથી જાણો તેમનું ભવિષ્ય - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Nakshatra
  • સ્ત્રીના અંગૂઠા ઉપરથી જાણો તેમનું ભવિષ્ય

સ્ત્રીના અંગૂઠા ઉપરથી જાણો તેમનું ભવિષ્ય

 | 1:30 am IST
  • Share

હસ્ત ભાષા

ટૂંકા અંગૂઠાવાળી સ્ત્રી  

ટૂંકા અંગૂઠાવાળી સ્ત્રી પ્રેમને ખાતર પરણે છે. તેનો સ્વામી તેનું ભરણપોષણ કરી શકશે નહીં તેનો વિચાર કરવા રહેતી નથી. તે દુઃખ અને દારિદ્રને સહન કરીને પ્રેમને ખાતર એક દારૂડિયા જેવા આદમીને પણ પરણે છે. તે દારૂડિયાને પ્રેમથી સુધારી શકશે એમ ધારીને તેની સાથે જીવનસંબંધ બાંધે છે. આવી સ્ત્રી હૃદય અને લાગણીને વશ થઈ જાય છે.

મોટા અંગૂઠાવાળી સ્ત્રી  

મોટા અંગૂઠાવાળી સ્ત્રી પોતાનું ભરણપોષણ સારી રીતે કરી શકે એવા કોઈ ધનિક કે વિદ્વાન સાથે લગ્ન કરે છે. પ્રેમની બાબતમાં તે જરા પણ પાછી પડતી નથી. દુર્ભાગ્યે જો મુસીબત આવી પડે તો તે મુસીબત દૂર કરવાને પોતાનાથી બનતો સઘળો પ્રયાસ કરે છે અને મુસીબતને પણ માત કર્યા સિવાય રહેતી નથી. આવી સ્ત્રી એના મજબૂત મનના બળ વડે જ દુનિયાનાં દુઃખોની અવગણના કરી પોતાની અને પોતાના સ્વામીની પ્રતિષ્ઠા જાળવી રાખે છે.

અંગૂઠાના પહેલા વેઢા ઉપર ત્રણ સીધી રેખા  

(૧) સુખ, શાંતિ અને આબાદી

(૨) ઈચ્છાશક્તિ, નિૃયશક્તિ અને મન બરાબર કામ કરે છે.

અંગૂઠાના પહેલા વેઢા ઉપર જો આડી રેખાઓ હોય તો ઈચ્છાશક્તિ, નિૃયશક્તિ અને મન બરાબર કામ કરી શકતાં નથી, તેથી ઘણી વખત આડે રસ્તે ઊતરી જાય છે.

અંગૂઠાનો બીજો વેઢો  

અંગૂઠાના બીજા વેઢા ઉપર જો સીધી રેખાઓ હોય તો તર્કશક્તિ અને ન્યાયશક્તિ બરાબર કામ કરે છે. અંગૂઠાના બીજા વેઢા ઉપર જો આડી રેખાઓ હોય તો તર્કશક્તિ અને ન્યાયશક્તિ બરાબર કામ કરતી નથી અને તેથી આડે માર્ગે ઊતરી પડે છે.

અંગૂઠાના બીજા વેઢા ઉપર આડી રેખાઓ  

(૧) તર્કશક્તિ અને ન્યાયશક્તિ

(૨) આડે માર્ગે ઊતરી જવાય

અંગૂઠાના નખની નીચે જો ત્રણ સમાંતર કાપા હોય તો તેવા પુરુષો બાપકર્મી થાય છે. તેમનું જીવન ભોગવિલાસમાં જ સમાપ્ત થાય છે. તેઓ ખોટો દંભ રાખે છે. દંભ ફૂટી જતાં તેમની સ્થિતિ દયાપાત્ર થાય છે.

અંગૂઠાની નખની નીચે ત્રણ સમાંતર કાપા  

(૧) બાપકર્મી

(૨) ભોગવિલાસ

(૩) ખોટો દંભ

અંગૂઠાના નખની નીચે જો ત્રણ સમાંતર કાપા હોય તો એવાં સ્ત્રી-પુરુષોને ધન અને સૌંદર્ય વારસામાં મળ્યું હોય છે. આવાં સ્ત્રી-પુરુષો કોમળ પ્રકૃતિનાં, માનવતાથી ભારોભાર ભરેલા અને વિલાસનું સેવન કરનારાં હોય છે. તેઓ રંગભૂમિ ઉપર અથવા તો ચિત્રપટમાં કામ કરવાને ભાગ્યશાળી થાય છે. તેઓ ર્કીિતને ખાતર ધન ઉડાવ્યે જ જાય છે. તેઓ રંગભૂમિ કે ચિત્રપટની સાથે જ લગ્ન કરે છે, કારણ કે રંગભૂમિ કે ચિત્રપટ તેમનાં તન, મન અને ધન થાય છે.

અંગૂઠા નખની નીચે બે સમાંતર કાપા  

(૧) વારસામાં ધન અને સૌંદર્ય

(૨) કોમળ પ્રકૃતિ, માનવતા

(૩) વિલાસ

(૪) રંગભૂમિ કે ચિત્રપટ સાથે ઐક્ય

અંગૂઠાના નખની નીચે જો બે જ કાપા હોય તો તે પુરુષ થોડો આપકર્મી થાય છે. બુદ્ધિમાન હોય છે છતાં વિદ્વાન થવાના કોડ હોય છે. છતાં કોમળ પ્રકૃતિને લીધે તેનાં ઘણાંખરાં કાર્યો અધૂરાં જ રહે છે.

અંગૂઠાના નખની નીચે એક જ કાપો  

(૧) આપકર્મી :પોતાના કર્મો પર ભરોસો કરનાર

(૨) બુદ્ધિમાન : દરેક વાતમાં બુદ્ધિનો ઉપયોગ કરનાર

(૩) વિદ્વાન : દરેક વાતની માહિતી મેળવતો રહેનાર

(૪) વિશ્વાસઃ કોઈનો પણ વિશ્વાસ ન તોડે

(૫) વફાદારઃ વચન આપે તો પાળી બતાવનાર

જેમનો નખપ્રદેશ અસ્પષ્ટ અને લંબગોળ હોય તે અહંકારી અને તીવ્ર પ્રકૃતિવાળા હોય છે.

કોઈ પણ વ્યક્તિ સાથે વેર કરતાં તેને વાર લાગતી નથી. તે વખતે તે ઝનૂની ને જંગલી થઈ જાય છે. એનું વેર પૂરું કરતાં તે અનેક યુક્તિ-પ્રયુક્તિઓ કરે છે. તેમનું કૌટુંબિક જીવન છિન્ન-ભિન્ન અને અસંતુષ્ટ હોય છે.

હે બંધુ! વિધિના વિધાનને માન આપી તું તારું જીવન ઉજ્જવળ બનાવજે. મુશ્કેલીઓથી ડરીશ નહીં, કારણ કે ઘણા માણસોની મહત્તાનું કારણ તેમની પ્રચંડ મુશ્કેલીઓ હોય છે. નિરંતર આગળ વધવાની ટેવ અને શ્રદ્ધા રાખજે; કારણ કે એ બંને સઘળી મુશ્કેલીઓને હંફાવી નાંખનારાં બળ છે. ઝળકતી કારકિર્દીવાળી આ વ્યક્તિના શબ્દકોશમાં નિષ્ફળતા જેવો કોઈ શબ્દ જ નથી.

મુખ્ય આંગળીઓના ગુણદોષ  

મનની સૌ મહેચ્છાઓ, દિલના ભાગ સૌ ઊંડા;

દર્શાવે અંગુલિ ભાવિ, પ્રતિભા રવિ વિક્રમ.

મનુષ્યની દરેક આંગળીની નીચે ગ્રહોના પર્વત (Mounts) આવેલા છે. કુંડળીમાં ગ્રહોના સ્થાન પ્રમાણે હાથમાં પણ આ પર્વતો નાના-મોટા ઢળેલા હોય છે. વળી તેનાં કેટલાંક વિશેષ ચિહ્નો પણ હોય છે, જેના પરથી સારો હસ્તરેખાશાસ્ત્રી કુંડળી માંડી શકે છે.

મહાલોભ, મહાસત્તા; ધર્મતત્ત્વ મહામહા;

સન્માન, પ્રેમના ભાવ, ગુરુના ગરવા ઘણા

ગુરુની આંગળીના ગુણ  

(૧) મહત્ત્વાકાંક્ષા (૨) સત્ત અને આગેવાની (૩) ધર્મ અને તત્ત્વ (૪) સ્વમાન અને સન્માન (૫) પ્રકૃતિપ્રેમ (૬) અધિકાર ને જુલ્મ.

ટૂંકીઃ કર્તવ્યપ્રેમ, સાહસિક, ઉતાવળિયો નિર્ણય.

ઘણી જ લાંબીઃ અધિકાર ને જુલ્મ.

લાંબી અને અણીદાર ટેરવાંવાળીઃ ધાર્મિક ઉત્સાહ ને વહેમ.

મધ્યમ અને ચપટાં ટેરવાંવાળીઃ નવા ધર્મમાં અંધશ્રદ્ધા.

લાંબા પહોળા વેઢાવાળીઃ મહત્ત્વાકાંક્ષા, સત્તા-આગેવાની વગેરે માનસિક સદ્ગુણોની મહત્તા સાથે અંતરજ્ઞાનની બક્ષિસ.

શનિની આંગળી સાથે બરાબર કે તેથી વધારે લંબાઈવાળીઃ મહત્ત્વાકાંક્ષી જીવન.

રવિની આંગળી સાથે બરાબર લંબાઈવાળીઃ ધન અને ર્કીિત બંનેની મહત્ત્વાકાંક્ષા.

ગુરુની આંગળીનો પહેલો વેઢોઃ મહત્ત્વાકાંક્ષા, સત્તા અને આગેવાની, ધર્મ અને તત્ત્વ, સ્વમાન અને સન્માન, પ્રકૃત્તિપ્રેમની માનસિક દુનિયા રચે છે.

આ વેઢા ઉપર જો તારાનું ચિહ્ન હોય તો જિંદગીમાં ઘણા વિજયવંત બનાવો અને બહુમાન મળે.

ગુરુની આંગળીના પહેલા વેઢા ઉપરનું તારાનું ચિહ્ન હોય તો શું?

(૧) ઘણા વિજયઃ દરેક વાતે વિજય મેળવનાર

(૨) બહુમાનઃ દરેક વાતે સમાજનું માન મેળવનાર

વેઢા ઉપર જો વર્તુળનું ચિહ્ન હોય તો મનની સઘળી મુરાદો પાર પડે છે.

વેઢા ઉપર જો ત્રિકોણ હોય તો હુન્નર ઉદ્યોગનો શોખીન અને પ્રેમી થાય

વેઢા ઉપર જો સીધી રેખાઓ હોય તો ઘણી જ ધાર્મિકવૃત્તિ પેદા થાય. વેઢા ઉપર આડી રેખાઓ હોય તો નાસ્તિક વૃત્તિ પેદા થાય.

ગુરુની આંગળીનો બીજો વેઢો  

મહત્ત્વાકાંક્ષા, સત્તા અને આગેવાની, ધર્મ અને તત્ત્વ, સ્વમાન અને સન્માન, પ્રકૃતિપ્રેમની અને ધનપ્રાપ્તિ માટેની દુનિયા રચે છે. કેવળ ધનપ્રાપ્તિ ખાતર જે સર્વે ગુણોનો ઉપયોગ કરે છે.

વેઢા ઉપર જો તારાનું ચિહ્ન હોય તો પુષ્કળ ધનપ્રાપ્તિ થાય છે અને સાંસારિક તથા વ્યવહારિક કાર્યમાં ફતેહ મળે છે.   વેઢા ઉપર જો વર્તુળમાં ચિહ્ન હોય તો મનના મનોરથ પાર પાડે છે. કાર્યસિદ્ધિ થાય છે.

(ક્રમશઃ)

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન