ફેંગ શુઈ મુજબ દરવાજા તથા બારીઓનું મહત્ત્વ - Sandesh
NIFTY 10,380.70 +20.30  |  SENSEX 33,808.30 +104.71  |  USD 64.7800 -0.01
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Nakshatra
  • ફેંગ શુઈ મુજબ દરવાજા તથા બારીઓનું મહત્ત્વ

ફેંગ શુઈ મુજબ દરવાજા તથા બારીઓનું મહત્ત્વ

 | 4:37 am IST

દરવાજા

ખુલ્લો દરવાજો રૂમમાં આવવાની અને બહારની દુનિયામાં જવાની પરવાનગી આપે છે, જ્યારે બંધ દરવાજો રૂમને જ નહીં, સંપૂર્ણ ઘરને પહોંચી દૂર કરે છે. જો દરવાજા અથવા બારીમાંથી કોઈપણ ક્રિયામાં અડચણ આવી તો, ઘરની ચારેય તરફ વહેતી ‘ચી’ ને હાનિ પહોંચશે.

ખખડતા, તૂટેલા-ફૂટેલા અને કિનારીએથી તૂટેલા હેંડલવાળા દરવાજા દુર્ભાગ્યના પ્રતીક છે. આવા દરવાજા ખોલતા સમયે તેની જીર્ણશીર્ણતા ભાગ્યને ખખડાવી દે છે. આવા દરવાજાનું રિપેરિંગ જરૂરી છે.

દરવાજા રૂમમાં એ રીતે ના ખૂલવો જોઈએ કે, આગંતુકોને અવાંછિત વસ્તુ દેખાય. દરવાજાની સામે સપાટ દીવાલના બદલે કલાત્મક સજાવટ અથવા શાનદાર લેંડસ્કેપ હોય તો અંદર આવવાવાળા ઈમ્પ્રેસ થાય છે, ભલે તે આગંતુક હોય અથવા ઘરનું કોઈ સદસ્ય.

બારીઓ

ડાબે-જમણે અથવા ઉપર-નીચે માત્ર અર્ધી ખુલતી બારીઓ રૂમમાં આવતી ‘ચી’ને રોકે છે. સંપૂર્ણ રીતે ખુલતી બારીઓ ઘર માટે આદર્શ છે, ખાસ કરીને કે જે બહારની તરફ ખુલે છે.

બારીની ઉપરનો ભાગ ઓછામાં ઓછો સામાન્ય વ્યક્તિની લંબાઈ જેટલો ઊંચો તો જરૂર રાખવો જોઈએ. બારીમાંથી આકાશનું સંપૂર્ણ દ્રશ્ય નજરે પાડવું જોઈએ, તેનાથી ઘરના સદસ્યોને પ્રકૃતિ સાથે સંબંધ બંધાયેલો રહે છે.

બારી પર લાગેલા પડદા બહારના દ્રશ્યને વંચિત કરીને રૂમની ‘ચી’ના પ્રવાહને ઘટાડે છે. લઘુ, પારદર્શી અને પાતળા પડદા ઉત્તમ હોય છે.

દિવસે બારી બંધ રાખવાનો અર્થ છે, એકલાપણા અને અવસાદને આમંત્રણ આપવું. જાળીવાળી બારીઓ જોકે કેટલાક પ્રદેશો માટે જરૂરી હોય છે (મચ્છર વગેરેથી બચવા માટે), પરંતુ આવી બારીઓ બહારના દ્રશ્યને ધુંધળુ કરી નાંખે છે, પ્રાઈવસી બનાવી રાખવા માટે છોડને બારીમાં રાખી શકાય છે, બારીમાં રંગીન કાચ પણ લગાવી શકાય છે અથવા સ્ટિકર પણ ચોંટાડી શકાય છે. બહારવાળાઓની આંખોથી જરૂરથી બચો, પરંતુ પ્રકૃતિનું અવલોકન કરવાથી પણ વંચિત ન રહો. જો ઘરની બારી દક્ષિણ-પિૃમની તરફ છે તો, ઉનાળામાં તેને પડદાથી ઢાંકીને રાખો.

વધારે બારીઓથી યાંગ ઊર્જાની ખૂબ જ ઉત્પત્તિ થાય છે, જેના કારણે ઘરમાં ‘ચી’ યોગ્ય માત્રામાં ભરાઈ જાય છે. જ્યારે ખૂબ જ ઓછી બારીઓ ‘ચી’ના પ્રવાહને બાધિત કરે છે, કારણ કે ઓછી બારીઓથી યિન ઊર્જાનું વાતાવરણ બને છે. બારીઓ ફર્શથી નજીક ના હોવી જોઈએ, તેનાથી અસ્થિરતાનો અનુભવ થાય છે. નીચી બનેલી બારીઓની પાસે કઠણ પદાર્થ અથવા નાનું ટેબલ મૂકી દો.