Feroz Shah Kotla Stadium Renamed As Arun Jaitley Stadium
  • Home
  • Featured
  • અરૂણ જેટલીનાં નામથી ઓળખાશે દેશનું આ સ્ટેડિયમ, વિરાટનાં સ્ટેન્ડનું પણ કરાયું ઉદ્ઘાટન

અરૂણ જેટલીનાં નામથી ઓળખાશે દેશનું આ સ્ટેડિયમ, વિરાટનાં સ્ટેન્ડનું પણ કરાયું ઉદ્ઘાટન

 | 8:24 pm IST

દિલ્લીનાં ફિરોઝ શાહ કોટલા સ્ટેડિયમનું નામ ગુરૂવારનાં બદલાવામાં આવ્યું. હવે તેને અરૂણ જેટલી સ્ટેડિયમ તરીકે ઓળખવામાં આવશે. આ સાથે જ સ્ટેડિયમનાં એક સ્ટેન્ડનું નામ ભારતીય ક્રિકેટ ટીમનાં કેપ્ટન વિરાટ કોહલીનાં નામ પર રાખવામાં આવ્યું છે. દિલ્લી તેમજ જિલ્લા ક્રિકેટ સંઘ (DDCA) પહેલા જ જણાવી ચુક્યુ છે કે સ્ટેડિયમનું નામ અરૂણ જેટલી સ્ટેડિયમ હશે, જ્યારે મેદાનનું નામ ફિરોઝ શાહ કોટલા જ રહેશે. નવા નામકરણનાં કાર્યક્રમમાં ગૃહ મંત્રી અમિત શાહ અને રમત મંત્રી કિરણ રિજિજૂએ પણ ભાગ લીધો હતો.

કોહલી, અનુષ્કા અને શાસ્ત્રી પણ રહ્યા હાજર

જવાહર લાલ નેહરૂ સ્ટેડિયમમાં નવા સમારોહમાં વિરાટ કોહલી, તેની પત્ની અનુષ્કા શર્મા, મુખ્ય કૉચ રવિ શાસ્ત્રી ઉપરાંત ટીમ ઇન્ડિયાનાં તમામ ખેલાડીઓ હાજર હતા. શુક્રવારનાં ધર્મશાળા ટી-20 સીરીઝ માટે રવાના થવા માટે ભારતીય ટીમનાં ખેલાડીઓ દિલ્લી પહોંચ્યા છે.

ફિરોજ શાહ કોટલાને અદ્યતન બનાવવાનો શ્રેય જેટલીને

ઉલ્લેખનીય છે કે અરૂણ જેટલીનું 24 ઑગષ્ટનાં રોજ નિધન થયું હતુ. તેઓ ડીડીસીએનાં અધ્યક્ષ અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બૉર્ડનાં પણ અધ્યક્ષ રહી ચુક્યા હતા. સ્ટેડિયમને આધુનિક સુવિધાઓથી સજ્જ બનાવવા અને દર્શકોની ક્ષમતા વધારવાની સાથે વિશ્વસ્તરીય ડ્રેસિંગ રૂમ બનાવવાનો શ્રેય અરૂણ જેટલીને જાય છે.

વિકેટકીપર બેટ્સમેન ક્વિંટન ડી કૉકની આગેવાનીવાળી દક્ષિણ આફ્રિકાની ટીમ 15 સપ્ટેમ્બરનાં ધર્મશાળામાં પહેલી ટી-20 મેચ રમશે. બીજી અને ત્રીજી ટી-20 મેચ મોહાલી અને બેંગલુરૂમાં ક્રમશ: 18 અને 22 સપ્ટેમ્બરનાં રમાશે.

આ વિડીયો પણ જુઓ: રાંચીથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સંબોધન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન