ફર્ટિલાઇઝર સબસિડીનું બિલ રૂ.૩૦૦ અબજ વધી જવાની શક્યતા   - Sandesh
  • Home
  • Business
  • ફર્ટિલાઇઝર સબસિડીનું બિલ રૂ.૩૦૦ અબજ વધી જવાની શક્યતા  

ફર્ટિલાઇઝર સબસિડીનું બિલ રૂ.૩૦૦ અબજ વધી જવાની શક્યતા  

 | 12:22 am IST

વર્તમાન નાણાકીય વર્ષમાં દેશની ફર્ટિલાઇઝર સબસિડીનું બિલ રૂ.૩૦૦ અબજ વધી જવાની શક્યતા છે અને વધારાના ખર્ચ માટે ભંડોળ પૂરું પાડવા કેન્દ્ર સરકાર બેન્કોનો સંપર્ક સાધી શકે, એમ માહિતગાર સૂત્રોએ જણાવ્યું હતું.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે માર્ચમાં પૂરા થતાં ૨૦૧૮-૧૯ના નાણાકીય વર્ષ માટેફર્ટિલાઇઝરની સબસિડી માટે રૂ.૭૦૦.૮ અબજનું બજેટ રાખ્યું હતું પરંતુ તેમાંથી ૫૦ ટકા રકમ ગયા વર્ષની લેણી નીકળતી રકમ ભરપાઈ કરવામાં વપરાઈ ગઈ હતી. વિદેશી ફર્ટિલાઇઝરના ભાવમાં વધારો અને અમેરિકી ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ઘટાડાને કારણે વર્તમાન વર્ષે રૂ.૧ ટ્રિલિયનની સબસિડીની આવશ્યક્તા રહેશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

ફાઇનાન્સ મંત્રાલયે વર્તમાન વર્ષે કેમિકલ અને ફર્ટિલાઇઝર મંત્રાલયને વધારાની રકમ ફાળવવાનો ઇનકાર કર્યો છે. આથી, સ્થાનિક ફર્ટિલાઇઝર કંપનીઓ માટે સરકાર ખાસ બેન્કિંગ વ્યવસ્થા કરવા બાબતે વિચારી રહી છે.   મે મહિનામાં સામાન્ય ચૂંટણીને ધ્યાનમાં લેતા અને રાજ્યોની ચૂંટણીમાં ભાજપના પરાજય બાદ ખેડૂતો અને નાના ઉદ્યોગોનો ટેકો મેળવવા મોદી સરકાર પ્રયાસ કરી રહી છે અને તેના ભાગરૂપે નાણાકીય વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

જોકે, કેગ દ્વારા રાજ્ય અને કેન્દ્રીય બજેટની સમીક્ષા કરવામાં આવ્યા બાદ બજેટમાં નિર્ધારિત રકમ કરતા વધુ રકમ મેળવવાના સરકારના પગલાંની ઝાટકણી કાઢવામાં આવી છે. ફાઇનાન્સ મંત્રાલય અને ફર્ટિલાઇઝર મંત્રાલય દ્વારા આ બાબતે કોઈ ટિપ્પણ કરવામાં આવી ન હતી.

ટેક્સની ઓછી આવકને ધ્યાનમાં લેતાં સરકાર માટે વર્તમાન વર્ષે કુલ સબસિડી ચૂકવવાનું મુશ્કેલ બનશે, એમ એક સિનિયર સરકારી અધિકારીએ જણાવ્યું હતું. ગયા એપ્રિલથી જીએસટીની આવક અપેક્ષા કરતા ઓછી રહી છે. જીએસટીની રૂ.૧.૨ ટ્રિલિયનના આવકના સરેરાશ લક્ષ્ય સામે આવક રૂ. ૯૬૭.૮ અબજ થવાની ધારણા છે. ફર્ટિલાઇઝર મંત્રાલયે આગામી નાણાકીય વર્ષ માટે રૂ.૧ ટ્રિલિયનની સબસિડીની માગણી ફાઇનાન્સ મંત્રાલય પાસે કરી છે કે જેના દ્વારા ૧ ફેબ્રુઆરીએ આગામી નાણાકીય વર્ષ માટે વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;