Festival Of Lights All You Need To Know About Diwali
  • Home
  • Astrology
  • દિવાળીમાં મહિલાઓ ઘરમાં કરે આ મહાઉપાય, આજીવન પૈસા-ધન કે કોઈ વસ્તુ નહીં ખૂટે!

દિવાળીમાં મહિલાઓ ઘરમાં કરે આ મહાઉપાય, આજીવન પૈસા-ધન કે કોઈ વસ્તુ નહીં ખૂટે!

 | 11:59 am IST

દીપાવલીનું પર્વ 27 ઓક્ટોબર રવિવારે સમગ્ર દેશમાં ધામધુમ પૂર્વક ઉજવાશે. આ દિવસે ધનલક્ષ્મીને પ્રાપ્ત કરવા ઘરમાં રહેલી મહિલાઓ કેટલાક ઉપાય કરે તો પરિવારમાં ક્યારેય પૈસાની કમી નહીં આવે. આજીવન ધન સંપત્તિ રહેશે. યાદ રાખજો ખાસ આ ઉપાય કરતી વખતે ભૂલથી પણ કોઈ રોકે ટોકે નહીં કેમકે આવું થશે તો આની અસર થશે ઓછી. જાણો દીપાવલીના દિવસે દરેક ઘરમાં પૂજા અર્ચના કરવામાં આવે છે માતા લક્ષ્મીજીનો કાયમી વાસ થાય છે. આ માટે આજે અમે ખાસ તમારા માટે લાવ્યા છીએ કેટલાક સચોટ ઉપાય.

આ પણ વાંચો: આજે થશે મંગળનો ઉદય જાણો તમારા માટે થશે મંગળ કે અમંગળ

દિપાવલીના દિવસે ઘરની માલકીને એક લોટો સૂર્ય દેવને અર્ઘ્ય અર્પણ કરીને જ દિવસની શરૂઆત કરવી. જળને ઘરના મુખ્ય દરવાજાની જમણી બાજુ વહે તે રીતે અભિષેક કરવો. ઘરમાં ક્યારેય ધનની કમી નહીં રહે. દિપાવલીએ ઘરમાં રહેલી મુખ્ય મહિલાએ તમામ સભ્યોના માથા પર કેસરનું તિલક લગાવવું. આવું કરવાથી ઘરમાં સમૃદ્ધિનો વાસ થશે.

દિપાવલીએ ઘરમાં શ્રી મહાલક્ષ્મી સ્તોત્રનો પાઠ 11 વખત કરવો જોઈએ. સમગ્ર પરિવારે શ્રી સૂક્તનો પાઠ કરવો, જીવનભર પૈસાની કમી નહીં રહે.

દિપાલવીના દિવસે માતા લક્ષ્મીને લાલ પુષ્પ ગૃહલક્ષ્મી પોતાના હાથથી પહેરાવે ગાયના ઘીનો અખંડ દીવો સળગાવે લક્ષ્મીમાં કાયમી વાસ કરશે. દિપાવલીએ પતિ-પત્નીએ દક્ષિણાવર્તી શંખમાં કેસર મેળવી દૂધનો ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીને અભિષેક કરે. માં લક્ષ્મીજીની કૃપા કાયમી રહેશે.

દિપાવલીએ ગોપી ચંદનની નવ ડાળખીઓમાં પીળો કાચો સુતરનો તાંતળો બાંધીને કેળાના વૃક્ષ પર લટકાવે અચાનક ધનની પ્રાપ્તિ થશે. દિપાવલીના દિવસે નાગરવેલના પાનને તિજોરીમાં રેશમી લાલ કપડામાં વીંટાળીને રાખી દેનાથી આજીવન ધનની પ્રાપ્તિ થશે. ધનનો ભંડાર સતત ભરેલો રહેશે.

આ વીડિયો જુઓ: જાણો, શિવભક્તો નંદીના કાનમાં પોતાની મનોકામના કેમ કહે છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન