'જુવેન્ટસે' રોનાલ્ડો સાથે 9 અબજની ડીલ કરતાં મજૂરો પાડશે હડતાળ !!! - Sandesh
  • Home
  • Sports
  • Football
  • ‘જુવેન્ટસે’ રોનાલ્ડો સાથે 9 અબજની ડીલ કરતાં મજૂરો પાડશે હડતાળ !!!

‘જુવેન્ટસે’ રોનાલ્ડો સાથે 9 અબજની ડીલ કરતાં મજૂરો પાડશે હડતાળ !!!

 | 12:31 pm IST

ઈટલીના ફૂટબોલ ક્લબ જુવેન્ટસ દ્વારા સુપરસ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને ખરીદવા માટે 11.2 કરોડ યૂરો (રૂ. 9.03 અબજ) ખર્ચ કરવાની વાત સામે આવ્યા પછી ઈટલીના એક કંપનીના મજૂર યુનિયને હડતાળની જાહેરાત કરી છે. ફિએટ કંપનીના મજૂરો હડતાળ પર જશે.

અત્રે નોંધનીય છેકે, જુવેન્ટસ, ફિએટ ક્રાઈસલર ઓટોમોબાઇલ્સ (FCA) અને સીએનએચ ઈન્ડસ્ટ્રિયલ (CNHI)ની એક હોલ્ડિંગ કંપની એક્સોર પાસે છે, અને તેનું નિયંત્રણ એગ્નેલી પરિવાર પાસે છે.

પોર્ટુગલના ક્રિસ્ટિયાનો રોનાલ્ડો સાથે કરાર કરવામાં આવ્યાની વાત સામે આવતાં જ મજદૂર સંગઠન USBએ જાહેરાત કરી કે FCAના મેલ્ફી સ્થિત પ્લાન્ટના મજૂરો 15 થી 17 જુલાઈના હડતાળ પર જશે. યૂનિયને કહ્યું કે, આ એક અસ્વીકાર્ય વાત છે. કંપની એક ખેલાડીને ખરીદવા પાછળ અબજો રૂપિયા ખર્ચ કરે છે અને મજૂરોને સતત આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જે ઘણી દુ:ખદ વાત છે.

સ્પેનિશ લા લીગાના અધ્યક્ષ ઝેવિયર તબાસે કહ્યું કે, તેઓ રોનાલ્ડોના રેકોર્ડ કરારથી આ લીગના ભવિષ્ય પર કોઈ જ આફત નથી પડવાની. તબાસે કહ્યું કે, છેલ્લા ઘણાં વર્ષોથી અમે આ વસ્તુ પર કામ કરી રહ્યા છે કે આ પ્રકારના ટ્રાન્સફરથી મોટો પ્રભાવ પડી રહ્યો નથી.