Fiber and mineral-rich eggplant, will help in weight loss
  • Home
  • Featured
  • ફાઇબર અને મિનરલથી ભરપૂર છે રીંગણ, વજન ઘટાડવામાં કરશે મદદ

ફાઇબર અને મિનરલથી ભરપૂર છે રીંગણ, વજન ઘટાડવામાં કરશે મદદ

 | 12:18 pm IST

જો તમે વજન ઘટાડવા માંગો છો તો રીંગણ ખાઓ. રીંગણ સામાન્ય શાક સમજીને આપણે નજરઅંદાજ કરી દઇએ છીએ. પરંતુ રીંગણ એક લો કેલરી શાક છે. 100 ગ્રામ રીંગણમાં માત્ર 25 કેલરી હોય છે. જેથી જો તમે વજન ઘટાડવા માંગો છો તો રીંગણનું શાક, ભરથુ કે રીંગણથી બનેલી કોઇપણ વાનગી ખાવી ફાયદાકારક હોય છે. રીંગણનો ઓળો ખાવામાં સ્વાદિષ્ટ હોય છે. વજન ઘટાડવા સિવાય રીંગણ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે.

ઝડપથી ઘટે છે વજન

100 ગ્રામ રીંગણમાં માત્ર 25 કેલરી હોય છે. રીંગણ ફાઇબરથી ભરપૂર હોય છે. તેનાથી પેચ વધારે ભરેલું લાગે છે. જેથી વજન ઘટાડવા માટે રીંગણનું સેવન કરવાથી તમને અઢળક ફાયદા થઇ શકે છે.

કોલેસ્ટ્રોલ ઘટાડે

રીંગણમાં પોટેશિયમ તેમજ મેગ્નેશ્યિમનું પ્રમાણ વધારે હોય છે. જેના કારણથી કોલેસ્ટ્રોલનું સ્તર વધી શકતુ નથી. જ્યારે તમે રીંગણ ખાઓ છો તો તમારા હૃદયની બીમારીઓનો ખતરો ખૂબ ઓછો થઇ જાય છે.

યોગ્ય રીતે પચે છે ખાવાનુ

રીંગણમાં ડાયટ્રી ફાઇબરનું પ્રમાણ વધારે રહેલું હોય છે. જેથી ફાઇબર આંતરડામાં ચોંટીને ગંદકીને સાફ કરે છે અને ભોજનના પાચનને સારુ બનાવે છે. જેથી રીંગણ ખાવાથી પાચન સારુ રહે છે.

હાડકા બને મજબૂત

રીંગણનું સેવન કરવુ હાડકા માટે પણ ફાયદાકારક હોય છે. તેમા આયરન અને કેલ્શ્યિમ રહેલા હોય છે. તેની સાથે જ રીંગણમાં રહેલાલ ફિનોલિક એસિડ હાડકાને મજબૂત બનાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન