Junagadh: Saving Lions in Fiber Breaks Optical Near Railway Track
  • Home
  • Featured
  • ટ્રેન અડફેટે સિંહના મોતને લઇને લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય, વિકસાવાઇ ફાઇબર બ્રેકસ ટેકનોલોજી

ટ્રેન અડફેટે સિંહના મોતને લઇને લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય, વિકસાવાઇ ફાઇબર બ્રેકસ ટેકનોલોજી

 | 12:15 pm IST

ટ્રેન અડફેટે સિંહના મોતને અટકાવવા રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રેલવે ટ્રેક ઉપર સિંહોના મોતને અટકાવવા ફાઇબર બ્રેકસ ટેકનોલોજીનો ઉપયોગ કરાશે. ટ્રેન અડફેટે સિંહોના મોતને લઇને આજે જૂનાગઢમાં મોનીટર કમિટીની બેઠકમાં નિર્ણય લેવાયો હતો.

રેલવે ટ્રેક ઉપર સિંહોના મોતને અટકાવવા ફાઇબર બ્રેકસ ટેકનોલોજીના ઉપયોગથી ટ્રેનનાં ચાલકને સિંહોનાં આવન જાવન અંગે એલાર્મ દ્વારા જાણકારી મળશે. આવી રીતે સિંહોનાં ટ્રેન હડફેટે મોત નિવારવામાં આવશે.

જૂનાગઢ રેન્જ આઈ.જીની અધ્યક્ષતામાં આજે મોનિટરીંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં વનતંત્ર, રેલવે સહિતનાં વિભાગના અધિકારીઓની હાજરીમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન