કેમેરામેને ક્લિક કર્યા એવા ફૉટો કે રાતો રાત ફેમસ થઇ ગઇ આ પ્રેજન્ટર, કારણ છે મજેદાર - Sandesh
  • Home
  • Photo Gallery
  • કેમેરામેને ક્લિક કર્યા એવા ફૉટો કે રાતો રાત ફેમસ થઇ ગઇ આ પ્રેજન્ટર, કારણ છે મજેદાર

કેમેરામેને ક્લિક કર્યા એવા ફૉટો કે રાતો રાત ફેમસ થઇ ગઇ આ પ્રેજન્ટર, કારણ છે મજેદાર

 | 10:28 am IST

ઇંગ્લેન્ડે વિશ્વ કપની અભ્યાસ મેચની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ટીવી નિર્દેશકે મેચ દરમિયાન સ્થાનીય ટીવી પ્રેજેન્ટરને ચર્ચાનું કેન્દ્ર બનાવી દીધી છે. ઇંગ્લેન્ડ અને કૉસ્ટારિકાની વચ્ચે રમાયેલી અભ્યાસ મેચમાં પ્રેજેન્ટરનાં એવા શોટ્સ લેવામાં આવ્યા જેમાં લાગતુ હતુ કે તે ઘણી જ બોર થઇ રહી છે. કેમેરામેને સૌથી વધુ ફોકસ મીડિયા પ્રેજેન્ટર પર કર્યુ હતુ, જે ડગઆઉટ પાછળ બેઠી હતી.

ત્યારબાદ તો ઇંગ્લેન્ડનાં ફેન્સે તેને સુપરહિટ બનાવી દીધી હતી. આ પ્રેજેન્ટરનું નામ એમા લુસી જોંસ છે. તે રેડિયો પ્રેજેન્ટર છે. એમાએ ટ્વિટ કરતા લખ્યું કે, ‘મારો ચહેરો બોર નથી. આ ધ્યાન લગાવતા દરમિયાનનો મારો ચહેરો છે. મને મેચની દરેક પળ હૉસ્ટ કરવામાં મજા આવી.’