The biggest goal in Croatian history Fifa2018 Croatia Vs England
  • Home
  • Sports
  • Football
  • FIFA-2018: ક્રોએશિયાને ફાઈનલમાં પહોંચાડી માંડઝુકિક બન્યો ઐતિહાસિક પુરૂષ !!!

FIFA-2018: ક્રોએશિયાને ફાઈનલમાં પહોંચાડી માંડઝુકિક બન્યો ઐતિહાસિક પુરૂષ !!!

 | 9:03 am IST

FIFA 2018માં સૌથી મોટો ઉલેટફેર થતો જોવા મળ્યો છે. મજબૂત ગણાતી ઇંગ્લેન્ડને મારિયો માંડજુકિકે એકસ્ટ્રા ટાઈમમાં ગોલની મદદથી ક્રોએશિયાએ બુધવારે મોડી રાત્રે ઈતિહાસ રચ્યો અને ફાઈનલમાં પોતાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. હવે ફ્રાન્સ અને ક્રોએશિયા વચ્ચે 15 જુલાઈના FIFA-2018 વર્લ્ડ કપની ફાઈનલ રમાશે.

મેચ 90 મિનિટમાં 1-1થી બરાબર હતી, જે પછી 32 વર્ષીય માંડજુકિકે એકસ્ટ્રા ટાઈમના પણ બીજા હાફમાં 109 મિનિટમાં ગોલ કરીને ક્રોએશિયાને વર્લ્ડ કપના ઇતિહાસમાં પહેલી વખત ફાઈનલમાં સ્થાન મેળવ્યું છે.

કિરૈન ટ્રિપિયરે પાંચમી મિનિટમાં જોરદાર ફ્રી કિક પર ગોલકીપર ડેનિયલ સુબેસિકને ચોંકાવીને ઈંગ્લેન્ડને 1-0ની લીડ આપાવી દીધી હતી. પરંતુ ઈવાન પેરિસિકે 68મી મિનિટમાં ક્રોએશિયાને માટે ગોલ કરી ટીમને બરાબરી પર લાવી મુકી દીધી હતી. જે સાથે જ ક્રોએશિયાએ ઈંગ્લેન્ડને જોરદાર ટક્કર આપી હતી.

આ સાથે જ ઈંગ્લેન્ડનું પાંચ દાયકાથી પણ વધુ સમય પછી બીજી વખત ફાઈનલમાં પહોંચવાનું સપનું તૂટી ગયું છે. ઈંગ્લેન્ડ પહેલી વખત અને એક માત્ર 1966માં ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું અને પોતાના હોમ ગ્રાઉન્ડ પર ચેમ્પિયન બન્યું હતું. જ્યારે વર્લ્ડ કપમાં બીજી વખત સેમીફાઈનલમાં રમી રહેલી ક્રોએશિયાએ અગાઉ 1998માં ફ્રાન્સમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

હવે ક્રોએશિયા પોતાના ઈતિહાસમાં પહેલી વખત ફાઈનલમાં પહોંચેલ લુજ્નિકી સ્ટેડિયમમાં ફ્રાન્સ સામે રમશે. આ તરફ ઈંગ્લેન્ડ 14 જુલાઈના સેન્ટ પીટર્સબર્ગમાં બેલ્જિયમ સામે રમશે.