આજથી ફિફા વર્લ્ડ કપનો પ્રારંભ, રૂસ અને સાઉદી અરબ વચ્ચે ખેલાશે જંગ - Sandesh
NIFTY 11,435.10 +79.35  |  SENSEX 37,852.00 +207.10  |  USD 69.8950 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • આજથી ફિફા વર્લ્ડ કપનો પ્રારંભ, રૂસ અને સાઉદી અરબ વચ્ચે ખેલાશે જંગ

આજથી ફિફા વર્લ્ડ કપનો પ્રારંભ, રૂસ અને સાઉદી અરબ વચ્ચે ખેલાશે જંગ

 | 10:21 am IST

21માં ફિફા વર્લ્ડ કપનો આજથી પ્રારંભ થઇ રહ્યો છે. પ્રારંભિક મુકાબલો રૂસ અને સાઉદી અરબ વચ્ચે રમાશે . ટૂર્નામેન્ટની ફાઇનલ 15 જુલાઇનાં થશે. ટ્રોફી જીતવા માટે 8 પુલમાં 32 ટીમો દમ લગાવશે. 11 શહેરોનાં 12 મેદાનો પર કુલ 64 મુકાબલા રમાશે. ઉલ્લેખનીય છે કે જર્મની ગત ફિફા વર્લ્ડ કપમાં વિનર થયું હતુ, જ્યારે આર્જેન્ટિના રનર્સઅપ રહ્યું હતુ. ટ્રોફી જીતનારી ટીમને 38 મિલિયન ડૉલર મળશે જ્યારે રનરઅપ ટીમને 28 મિલિયન ડૉલર આપવામાં આવશે.

ફિફા વર્લ્ડ કપમાં લિયોનેલ મેસી, ક્રિસ્ટિયાનો રૉનાલ્ડો, નેમાર જૂનિયર, મોહમ્મદ સાલાહ, પૉલ પોગ્બા, લુઇસ સુઆરેજ, હૈરી કેન, થૉમસ મુલેર, સર્જિયો રામોસ, જેરાર્ડ પીકે જેવા ધુરંધર ખેલાડીઓ પર નજર રહેશે. છેલ્લા 2 વર્ષોમાં યજમાન રૂસનું પ્રદર્શન ઘણું જ ખરાબ રહ્યું છે. 2016 યૂરોપીય ચેમ્પિયનશિપ પછી યજમાન ટીમે કુલ 19 મેચ રમી છે અને તેમાંથી ફક્ત 6માં જ જીત મળી છે.

ફિફા વર્લ્ડ કપમાં સૌથી વધારે ગોલ લગાવનારા 5 ખેલાડીઓમાં જર્મનીનો મિરોસ્લાવ ક્લોજ પ્રથમ નંબરે છે, ત્યારબાદ બ્રાઝીલનો રૉનાલ્ડો, જર્મનીનો ગ્રેડ મુલર, ફ્રાંસનો જૂસ્ટો ફૉન્ટૈન અને બ્રાઝીલનો પેલે છે. ફિફા વર્લ્ડ કપમાં સૌથી વધુ વખત બ્રાઝીલ (5વાર) ચેમ્પિયન બન્યું છે.