Fight Against Corona covid vaccination In testing dom in ahmedabad
  • Home
  • Ahmedabad
  • ‘ઓમિક્રૉન’ની દહેશત વચ્ચે AMCની પહેલ, 100% વૅક્સિનેશન માટે ખાસ વ્યવસ્થા

‘ઓમિક્રૉન’ની દહેશત વચ્ચે AMCની પહેલ, 100% વૅક્સિનેશન માટે ખાસ વ્યવસ્થા

 | 10:34 pm IST
  • Share

  • અમદાવાદમાં 30 જગ્યાએ ટેસ્ટિંગ સાથે વૅક્સિનેશનની પણ સુવિધા
  • એક જ સ્થળે બન્ને સુવિધા મળવાથી લાંબી લાઈનોમાંથી મળશે છૂટકારો
  • ટેસ્ટિંગ સાથે વૅક્સિનેશનની સુવિધા ક્યાં મળશે?

 
દક્ષિણ આફ્રિકામાં મળી આવેલા કોરોના વાઇરસના નવા વેરિએન્ટ “ઓમિક્રૉન”ના કારણે સમગ્ર વિશ્વમાં ચિંતા જોવા મળી રહી છે. આ નવો વેરિએન્ટ ઝડપથી સંક્રમણ ફેલાવી રહ્યો હોવાની જાણ થતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશ દ્વારા કોવિડ વૅક્સિનેશન અભિયાનને વેગ આપવા માટે નવી પહેલ કરી છે.

અમદાવાદમાં 100 ટકા વૅક્સિનેશન પૂર્ણ થાય તે માટે AMC દ્વારા નવી વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં AMC દ્વારા શહેરમાં કોરોના ટેસ્ટિંગ માટે જે 30 ડોમ બનાવવામાં આવ્યા છે. આ તમામ ડોમમાં કોરોના ટેસ્ટિંગની સાથે-સાથે હવે કોરોના વિરોધી રસીકરણની સુવિધા શરૂ કરી છે.

દિવાળીના તહેવારો બાદ કોરોના સંક્રમિતોની વધી રહેલી સંખ્યાને જોતા કોર્પોરેશન દ્વારા શહેરમાં 30 સ્થળો પર કોરોનાના એન્ટીજન અને RT-PCR ટેસ્ટ માટે ડોમ ઉભા કરવામાં આવ્યા હતા. જેમાં હવે ટેસ્ટિંગની સાથે લોકો વૅક્સિન પણ લઈ શકે તે માટેની વ્યવસ્થા કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવી છે.

એક જ સ્થળ પર ટેસ્ટિંગ અને વૅક્સિનેશન એમ બન્ને વસ્તુઓ થઈ જતી હોવાથી લોકોને પણ લાંબી લાઈનોમાંથી છૂટકારો મળે અને ઝડપથી વૅક્સિનેશન થઈ શકે. જે લોકોને વૅક્સિનનો બીજો ડોઝ લેવાનો બાકી છે, તેઓ પણ સરળતાથી વૅક્સિન લઈ શકે. આ અંગેની જાણકારી મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારે ટ્વીટ કરીને આપી છે.

ટેસ્ટિંગ સાથે વૅક્સિનેશનની સુવિધા ક્યાં મળશે?
સોનીની ચાલી ઓઢવ, વસ્ત્રાલમાં કર્ણાવતી ચોકડી, ભાઈપુરામાં હાટકેશ્વર બ્રિજ, ચાંદલોડિયામાં સિલ્વર સ્ટાર નજીક, વસ્ત્રાપુરમાં આલ્ફા મૉલ, ઘાટલોડિયામાં પ્રભાત ચોક, વેજલપુરમાં ડી-માર્ટ, શાહીબાગમાં રાજસ્થાન હોસ્પિટલ, લાલદરવાજા જિલ્લા પંચાયત, નરોડા બ્રિજ, મણિનગર રેલવે સ્ટેશન, કાંકરિયા પુષ્પકુંજ, ઈસનપુર બસ સ્ટોપ, નરોડા સર્કલ, ઘોડાસર ચાર રસ્તા, આવકાર હૉલ, CTM ક્રોસ રોડ, દાણીલીમડા ક્રૉસ રોડ, ટાગોર હોલ, કિટલી સર્કલ અખબાર નગર, વાસણા AMTS બસ સ્ટેન્ડ સહિતના ઠેકાણા પર ટેસ્ટિંગ સાથે વૅક્સિનની સુવિધા મળશે.

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો