Fight Between Alligator and Python, Video Viral
  • Home
  • Videos
  • Featured Videos
  • મગર અને અજગર વચ્ચે ખેલાયો ખૂની ખેલ, Video જોઈને જાણો કોણ જીત્યું

મગર અને અજગર વચ્ચે ખેલાયો ખૂની ખેલ, Video જોઈને જાણો કોણ જીત્યું

 | 4:00 pm IST

ફ્લોરિડાના એવરગ્લેડ્સ નેશનલ પાર્કનો એક એવો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેને જોઈને તમે પણ હેરન થઈ જશો. આ વીડિયામાં નેશનલ પાર્કની એક નદીમાં મગર અને અજગર વચ્ચે જોરદાર લડાઈ જોવા મળી રહી છે. પરંતુ અંતે મગરની જીત થાય છે અને અજગરને ખઈ જાય છે. અજગર જે માનવને આખો ગળી જાય છે. એ મગરથી હારી જાય છે.

રિપોર્ટ મુજબ ફ્લોરિડાના નિવાસી રિચ ક્રૂગરે આ વીડિયોને ફેસબુક પર પોસ્ટ કર્યો છે. તેમના મુજબ અજગર લગભગ 10 ફુટ લાંબો હતો. આ વીડિયોને આશરે 13 હજાર લોકોએ જોયો છે. સૂત્રો મુજબ ગત વર્ષે નેશનલ પાર્કમાં 10 ફૂટના અજગરે 4 ફુટના મગરને ગળી ગયો હતો. જ્યારે પ્રોફેશનલ સ્નેક કેચર આવ્યો અને મગરની જાન બચાવી હતી. મીડિયા રિપોર્ટ મુજબ સાઉથ ફ્લોરિડામાં એવી લડાઈ ખૂબ ઓછી જોવા મળે છે. આક્રમક બર્મીજ નામક અજગર ઘણા ખતરનાક હોય છે જે લડાઈ માટે તૈયાર રહે છે પરંતુ અહીંયા મગરની જીત થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન