ડભોઇ: ડ્રાઇવર, મહિલા કન્ડક્ટર અને મુસાફરો વચ્ચે મચી ગયું ધિંગાણું - Sandesh
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • ડભોઇ: ડ્રાઇવર, મહિલા કન્ડક્ટર અને મુસાફરો વચ્ચે મચી ગયું ધિંગાણું

ડભોઇ: ડ્રાઇવર, મહિલા કન્ડક્ટર અને મુસાફરો વચ્ચે મચી ગયું ધિંગાણું

 | 9:52 pm IST

ડભોઇ એસ.ટી. સ્ટેન્ડ ઉપરથી આજે સવારના ૧૧.૦૦ વાગ્યાના સુમારે એક બસ વડોદરા તરફ જવા રવાના થઇ હતી. આ બસના કન્ડક્ટર તરીકે મહિલા કન્ડક્ટર હોઇ બસ ખીચોખીચ ભરાઇ હતી. આ બસ ઉપડી ડભોઇ કરજણ રેલવે ફાટક પાસેના પીકઅપ સ્ટેન્ડ ઉપર પહોંચતા ત્યા મુસાફરોની સંખ્યા વધુ હોઇ બસ ડ્રાઇવરે પીકઅપ સ્ટેન્ડની થોડે દૂર બસ રોકી હતી. ત્યાંજ વડોદરા જવા માટે ઉભા રહેલા નિવૃત્ત જમાદારે મહિલા કન્ડક્ટરને ગાળો દેતા રોકી હતી. ડ્રાઇવર ઉતરીને તેમને શિખામણ આપવા જતાં વડોદરા જવા તત્પર થતા મુસાફરોએ ડ્રાઇવરને માર મારી મોઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. આ અંગેની ફરિયાદ ડભોઇ પોલીસ સ્ટેશનમાં નોધાવવા આવી છે. તો સામા પક્ષે મુસાફરોએ ડ્રાઇવર વિરુદ્ધ ક્રોસ ફરિયાદ આપી છે. બન્ને ફરિયાદોની તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

આજ રોજ સવારના ૧૧ વાગ્યાના સુમારે ડભોઇ એસટી ડેપોમાંથી એક મીની બસ જી. જે. ૧૮- ઝેડ ૨૮૨૩ વડોદરા તરફ જવા રવાના થઇ હતી. એસ.ટી. સ્ટેન્ડમાંથી જ આ મીની બસમાં મુસાફરો ખીચોખીચ ભરેલા હતા આ બસ ડભોઇ રેલવે કરજણ ફાટક પાસેના પીકઅપ સ્ટેન્ડ પાસે પહોંચતા મુસાફરો વધુ હોઇ ડ્રાઇવરે થોડી આગળ બસ ઉભી રાખી હતી ત્યા જ પીકઅપ સ્ટેન્ડ ઉપર ઉભા રહેલા વડોદરા તરફ જતા મુસાફરો બસમાં બેસવા માટે પડા પડી કરતા હતા તે દરમિયાન નજીક સરીતા પાર્કમાં રહેતા એક નિવૃત્ત પોલીસ જમાદાર સોમસિંહ નરપતસિંહ પરમાર પણ ઉભા હતા તેમને મહિલા બસ કન્ડક્ટર જાદવ દક્ષાબેન પી.ને બિભત્સ શબ્દોથી નવાજતા બીજા મુસાફરોએ પણ તેમનો સાથ આપ્યો હતો. અને કન્ડક્ટર અને મુસાફર વચ્ચે બબાલ હતી.

આ બવાલ થતા જ મીની બસના ડ્રાઇવર ફિરોજભાઇ યુસુફભાઇ વોરા બસની નીચે ઉતરી મુસાફરોને મહિલા કન્ડક્ટરની સાથે બિભત્સ વર્તન નહી કરવા માટે સલાહ આપતા મુસાફરો તેમજ નિવૃત્ત પોલીસ જમાદાર ડ્રાઇવરને ધીબી નાખી મોઢા અને શરીરના ભાગે ઇજાઓ પહોંચાડી હતી. એક તબક્કે ડ્રાઇવર, મહિલા કન્ડક્ટર અને મુસાફરો વચ્ચે ધિંગાણું મચી ગયું હતું.

આ બનાવ અંગે બસના મહિલા કન્ડક્ટર જાદવ દક્ષાબેન પી. એ. નિવૃત્ત પોલીસ જમાદાર અને તેમના સાથી મુસાફરો વિરૃદ્ધ ડભોઇ પોલીસમાં માર માર્યા અંગેની ફરિયાદ નોંધાવી છે. તો મુસાફરોએ બસ પણ ડ્રાઇવર કન્ડક્ટર વિરુદ્ધ ક્રોસમાં ફરિયાદ નોંધાવી છે. આ બન્નેવ ફરિયાદોની તપાસ ડભોઇ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. આ બનાવની એસટી વિભાગમાં ભારે પ્રત્યાઘાત પડયા છે. અને તેમના યુનિયન દ્વારા આ કરજણ રેલવે ક્રોસિંગ પીકઅપ સ્ટેન્ડ બંધ કરવાની રજૂઆત કરવામાં આવનાર છે.