Fight Between Two Congress Leader While Celebration Of Republic Day
  • Home
  • Featured
  • Video: ગણતંત્ર દિવસે ઝંડો ફરકાવાને લઇને કૉંગ્રેસનાં બે નેતાઓ વચ્ચે થઈ જોરદાર મારામારી

Video: ગણતંત્ર દિવસે ઝંડો ફરકાવાને લઇને કૉંગ્રેસનાં બે નેતાઓ વચ્ચે થઈ જોરદાર મારામારી

 | 4:28 pm IST
  • Share

મધ્ય પ્રદેશનાં ઇન્દોરમાં કૉંગ્રેસ પાર્ટીની ઑફિસ ગાંધી ભવનમાં એ વખતે અસહજ સ્થિતિ પેદા થઈ ગઈ જ્યારે પાર્ટીનાં જ બે નેતાઓ પરસ્પર ઝઘડ્યા. આ ઘટના ત્યારે થઈ જ્યારે ઇન્દોરની પાર્ટી ઑફિસમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી રહી હતી. આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે. કહેવામાં આવ્યું કે કૉંગ્રેસ નેતા દેવેન્દ્ર સિંહ અને ચંદૂ કુંજીર પરસ્પર ઝઘડ્યા.

ખુદ સીએમ કમલનાથ ધ્વજારોહણ કરાવવાનાં હતા

વિડીયોમાં જોઇ શકાય છે કે ચંદૂ કુંજીરે દેવેન્દ્ર સિંહ યાદવને થપ્પડ પણ મારી દીધી, ત્યારબાદ મામલો વધી ગયો. પોલીસે હસ્તક્ષેપ કરીને બંનેના શાંત કરાવ્યા. ઉલ્લેખનીય છે કે આ ઘટના જ્યાં થઈ ત્યાં ખુદ સીએમ કમલનાથ ધ્વજારોહણ કરાવવાનાં હતા. તેઓ કાર્યક્રમ માટે શનિવારની સાંજે ઇન્દોર પહોંચ્યા.

પોલીસનાં હસ્તક્ષેપથી મામલો તરત જ શાંત થયો

કહેવામાં આવી રહ્યું છે કે સીએમનાં પહોંચવા પર કુંજીર 10થી 15 લોકોને લઇને મંચ પર જવા લાગ્યા. યાદવે તેમને આવુ કરવાથી રોક્યા જેના પર વિવાદ વધી ગયો. કૉંગ્રેસ નેતા અને પોલીસનાં હસ્તક્ષેપથી મામલો તરત જ શાંત થયો. પોલીસે કુંજીર અને તેના સાથીઓને રસ્સીથી બનેલા બૈરિકેટ્સની બહાર મોકલ્યા. તો યાદવ પર નિયંત્રણ કર્યું.

ત્યારબાદ કમલનાથ પણ ધ્વજારોહણ માટે ગયા. ધ્વજારોહણ દરમિયાન કૉંગ્રેસ ઑફિસમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા.

આ વિડીયો પણ જુઓ: ભારતીય તટરક્ષક દળના જવાનોની જાંબાઝ કામગીરી

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો