મથુરામાં રાધા રાની મદિંરમાં બે સાધુઓ વચ્ચે ઢીસુમ ઢીસુમ - Sandesh
  • Home
  • Videos
  • Featured Videos
  • મથુરામાં રાધા રાની મદિંરમાં બે સાધુઓ વચ્ચે ઢીસુમ ઢીસુમ

મથુરામાં રાધા રાની મદિંરમાં બે સાધુઓ વચ્ચે ઢીસુમ ઢીસુમ

 | 2:57 pm IST

મથુરાના રાધા રાની મંદિરના બે સાધુઓ વચ્ચે કોઈ મુદ્દે ભારે તકરાર થઈ હતી અને બંને જણાંએ એકબીજા સાથે મારામારી પણ કરી હતી.

ઉત્તર પ્રદેશના મથુરાના બરસાનાના પ્રસિદ્ધ રાધા રાની મંદિરની આ ઘટના છે. પોલીસે બંને સાધુની ધરપકડ કરી છે. મીડિયા અહેવાલ મુજબ મંદિરમાં છપ્પન ભોગ કાર્યક્રમ વખતે બંને સાધુઓ બાખડી પડ્યા હતાં. બંનેની ઓળખ સાધુ બાલકદાસ અને સંજ્ય બાબા તરીકે થઈ છે.

સાધુઓ વચ્ચેની ઝપાઝપીના એક મિનિટના વીડિયોમાં બંને સાધુઓ એકબીજા સાથે મારામારી કરતાં જોઈ શકાય છે. એક મહિલા બંને સાધુઓને જૂદા પાડવાનો પ્રયાસ કરતી હોવાનું પણ વીડિયોમાં જોઈ શકાય છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો મોટા પાયે વાયરલ થઈ રહ્યો છે.