Fight Between two Senior Congress Leaders In Ahmedabad
  • Home
  • Ahmedabad
  • ગુજરાત કોંગ્રેસ ભવનમાં થયો હોબાળો, સેવાદળના લાલજી દેસાઈ પર રઘુ દેસાઈએ કર્યો હુમલો

ગુજરાત કોંગ્રેસ ભવનમાં થયો હોબાળો, સેવાદળના લાલજી દેસાઈ પર રઘુ દેસાઈએ કર્યો હુમલો

 | 6:30 pm IST

અમદાવાદમાં કોંગ્રેસની બેઠકમાં બે સિનિયર નેતાઓ વચ્ચે બબાલ થઈ હોવાના સમાચાર છે. રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળના પ્રમુખ લાલજી દેસાઈ અને રઘુભાઈ દેસાઈ વચ્ચે માથાકૂટ થઈ હતી. જેમાં સિનિયર નેતાઓની હાજરીમાં જ રઘુ દેસાઈએ લાલજી દેસાઈ પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે.

મહાત્મા ગાંધીની 150મી અને રાજીવ ગાંધીની 75મી જયંતીની ઉજવણીના આયોજન માટે અમદાવાદમાં કોંગ્રેસની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સિનિયર નેતાઓ હાજર હતા. તે સમયે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળના પ્રમુખ લાલજી દેસાઈ અને રઘુભાઈ દેસાઈ વચ્ચે કોઈ બાબતે માથાકૂટ થઈ હતી. જાણવામાં આવી રહ્યું છે કે, રઘુ દેસાઈએ લાલજી દેસાઈ પર હુમલો કર્યો હતો.

રઘુ દેસાઈ રાધનપુર બેઠકથી પેટાચૂંટણી લડવા ઈચ્છુક હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. તો આ મામલે જ લાલજી દેસાઈ અને રઘુ દેસાઈ વચ્ચે માથાકૂટ થઈ હોવાની ચર્ચા છે. જ્યારે બંને નેતાઓ વચ્ચે બબાલ થઈ ત્યારે કોંગ્રેસના અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ અને ભરતસિંહ સોલંકી જેવા સિનિયર નેતાઓ હાજર હતા. લાલજી દેસાઈએ કોંગ્રેસ પાર્ટીને પગલાં લેવા માટે માગ કરી છે. કે જેથી, ભવિષ્યમાં આવી ઘટના ન બને. 

જુઓ આ વીડિયો પણ….

નિલેશભાઇ માંડલેવાલાની સેવાનો સર્વશ્રેષ્ઠ ઉદાહરણ જોઈએ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન