Video : વિધાનસભા ગૃહમાં હોબાળા પર અલ્પેશ ઠાકોરનું નિવેદન - Sandesh
NIFTY 11,008.05 +71.20  |  SENSEX 36,519.96 +196.19  |  USD 68.4500 -0.12
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Video : વિધાનસભા ગૃહમાં હોબાળા પર અલ્પેશ ઠાકોરનું નિવેદન

Video : વિધાનસભા ગૃહમાં હોબાળા પર અલ્પેશ ઠાકોરનું નિવેદન

 | 6:52 pm IST

ગાંધીનગરમાં ચાલી રહેલા વિધાનસભા સત્ર દરમિયાન ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ડખો થતા, ફિલ્મી દૃશ્યો સર્જાયા હતા. જેને પરિણામે ગૃહની ગરીમા લજવાયી હતી. ગૃહને 10 મિનિટ માટે મોકુફ રાખવાની ફરજ પડી. આ મુદ્દે અલ્પેશ ઠાકોરે નિવેદ્દન આપતા કહ્યું હતું કે જે આ બધુ થયુ દુ:ખદ ઘટના કહેવાય છે. હું ગરીબ કલ્યાણ અને ગુજરાતની જનતા માટે આવ્યો હતો. ત્યારે વિધાનસભા ગૃહમાં આવી ઘટના બનતા મારૂ હૃદય રડવા લાગ્યું હતું. વિધાનસભાની અંદર એકબીજા વચ્ચે છુટ્ટા હાથની મારામારી થઇ અને એકબીજા પર આક્ષેપ અને પ્રતિઆક્ષેપો કર્યા હતાં. ધારાસભ્યો દ્વારા પણ એકબીજા પર ગાળાગાળી કરવામાં આવી હતી. ત્યારે મારૂ કહેવાનું છે કે આખા ગુજરાત માટે આ દુખદ બનાવ છે.