બુલ ફાઈટ કરતાં ફાઈટર થઈ ગયો ડૂલ - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • બુલ ફાઈટ કરતાં ફાઈટર થઈ ગયો ડૂલ

બુલ ફાઈટ કરતાં ફાઈટર થઈ ગયો ડૂલ

 | 2:55 pm IST


ફ્રાંસમાં બુલ ફાઈટિંગમાં વધુ એક સ્પેનિશ મેટાડોર (બુલફાઈટર)નું મોત થયું છે. 36 વર્ષિય ઈવાન ફેંડિનો શનિવારે રિંગમાં ઉતર્યા હતા, ત્યારે સાંઢે તેમની છાતીમાં શિંગડુ ઘૂસાડી દીધુ હતુ. રિંગમાં ઈજાગ્રસ્ત થયા બાદ ઈવાનને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જો કે ગંભીર ઈજાને કારણે રસ્તામાં જ તેમનું મોત નિપજ્યું હતું. તેમના છેલ્લા શબ્દો હતા કે જલદી કરો હું મરી રહ્યો છું. બુલ ફાઈટિંગમાં મોતની આ પ્રથમ ઘટના નથી, અગાઉ ગત વર્ષે સ્પેનમાં જ વિક્ટર બેરિયોનું પણ બુલ ફાઈટિંગમાં મોત થયું હતું.

બુલફાઈટ સ્પેનિશ બોર્ડર મોન્ટ દે માર્સન ટાઉન પાસે યોજાયેલી આ દૂર્ઘટના ઘટી હતી.
સાંઢે ઈવાનની છાતીમાં શિંગ઼ડુ ખોસી દેતા તેમના ફેફસામાં ગંભીર ઈજા પહોંચી હતી. ઈવાન 12 વર્ષથી આ વ્યવસાય સાથે જોડાયેલા છે, તેમના પરિવારમાં પત્ની અને એક પુત્રી છે.
ઈવાને માત્ર 14 વર્ષની વયે જ પ્રથમ બુલફાઈટ કરી હતી. આ બુલફાઈટને જોવા હજારોની સંખ્યામાં લોકો આવ્યા હતા, તથા તેનું લાઈવ બ્રોડકાસ્ટિંગ પણ કરવામાં આવી રહ્યું હતું.

છેલ્લા એક વર્ષમાં બુલ ફાઈટિંગ દરમિયાન મોતની આ બીજી ઘટના છે જેથી બુલ ફાઈટિંગ સાથે જોડાયેલા લોકો ઘેરા શોકમાં ડૂબી ગયા હતાં.

સ્પેનમાં દર વર્ષે 2 હજાર બુલ ફાઈટ યોજવામાં આવે છે. 1700થી અત્યાર સુધી સ્પેનમાં કુલ 533 બુલ ફાઈટરોનાં મોત થયા હતા, દર વર્ષે દેશમાં 1000 બુલનાં મોત થાય છે. સ્પેનમાં બુલફાઈટિંગની ટ્રેનિંગ માટે ચાર સ્કૂલ છે, અહીં બુલફાઈટરોને ટ્રેનિંગ આપવામાં આવે છે.

1985માં સ્પેનિશ જોશ ક્યુબેરો સેન્ચેઝનું રિંગમાં મોત થયું હતુ. ત્યારબાદ જાણીતા એક્સપર્ટ એલેક્ઝેન્ડર ફિસ્કે હરિશનનું મોત થયું હતું. કેનેરી આઈસલેન્ડમાં પ્રતિબંધ કેટાલોનિયા સ્પેનિશ રિઝન છે જેમાં બુલફાઈટ પર પ્રતિબંધ છે.