આંકડાઓથી ફેંગ શુઈ   - Sandesh

આંકડાઓથી ફેંગ શુઈ  

 | 1:47 am IST

ફેંગ શુઈ આંકડાઓમાં પોતાનું એક વિશેષ સ્થાન ધરાવે છે. કઈ ચીજ કેટલી સંખ્યામાં રૂમમાં રાખવાની છે, તેનો ફેંગ શુઈ પર ઘણો પ્રભાવ પડે છે. ચીની લોકમાન્યતાઓમાં આંકડાઓની સાથે કેટલાય પ્રકારના અંધવિશ્વાસ જોડાયેલા છે. આવો, જોઈએ ફેંગ શુઈમાં આ આંકડાઓ શું કહે છે?

  1. સમગ્ર વિશ્વ એક છે, માટે આ અંક અનન્યતા તથા વિશિષ્ટતાનું પ્રતીક છે. આમ તો આ અંકને ઉપલબ્ધીઓની ઊંચાઈના સ્તરે આંકવામાં આવે છે, પરંતુ ચીનના પરંપરાવાદીઓ તથા વિભિન્ન સમુદાયોનું માનવું છે કે આ કોઈ એવો અંક નથી કે જેને પ્રેરણા આપવામાં આવે અથવા લાંબા સમય સુધી યાદ રાખવામાં આવે. તેમનું માનવું છે કે તે એકલાપણું પ્રર્દિશત કરે છે.

કોઈપણ ચીજના જોડકામાંથી કોઈ એકને અલગ કરવાથી ઉત્પન્ન થયેલા ખાલીપણાને તમે સ્વયં અનુભવી શકો છો. લાગે છે કે તેનો કોઈ મિત્ર નથી, કોઈ સાથી નથી. એકલી રાખેલી ખુરશી શું કહે છે? એક એકલો રાખેલો પલંગ કઈ વાતનો સૂચક છે? એટલું જ નહીં કે ખુરશી પર બેસવાવાળાનો કોઈ સાથી નથી અને પલંગ પર સુવાવાળો પણ એકલો જ છે. હવે એ અલગ વાત છે કે ખુરશી પર કોઈ બેસે કે નહીં અથવા પલંગ એમ જ સૂનો ના પડયો રહે, પરંતુ છે તો એકલાપણાનો સૂચક.

૨.   કોઈપણ વસ્તુનું જોડું બનાવવાનું હોય તો બે હોવા જરૂરી છે. આ એક સામાન્ય સિદ્ધાંત છે જે આંક ૨ની વ્યાખ્યા કરે છે. ચીની માન્યતાનુસાર ઉપહાર આપતા સમયે દરેક વસ્તુ જોડામાં હોવી જોઈએ, ખાસ કરીને વિવાહ સંબંધી ઉપહાર આપતા સમયે એવું માનવામાં આવે છે કે વિવાહિત જોડાને જોડાના રૂપમાં આપવામાં આવેલા ઉપહાર રોમાંસ અને ખુશીને બેવડી કરે છે.

ચિત્રો અને પ્રતિમાઓના જોડાને શ્રેષ્ઠ માનવામાં આવે છે. આજ કારણ છે કે ફેંગ શુઈમાં પ્રકાશ, ધન, પાણી વગેરેને બેવડું કરવા માટે દર્પણના ઉપયોગની સલાહ આપવામાં આવે છે. અહીંયા એક અપવાદ પણ છે કે અમંગળકારી અથવા અપવિત્ર સૌભાગ્યના બદલે દુર્ભાગ્યમાં બેવડો વધારો કરી દે છે. જેમ કે બે કબરોની વચ્ચે બનેલા મકાનમાં ક્યારેય સુખ તથા ધનનો આવાસ નથી થઈ શક્તો.

સંખ્યાઓ અને અંકો ચીનમાં ખૂબ જ  પ્રચલિત છે. જોકે ફેંગ શુઈ ચીનના સમાજમાં ખૂબ જ મહત્ત્વ ધરાવે છે, માટે આ અંકો ફેંગ શુઈમાં પણ મહત્ત્વ ધરાવે છે.

(ક્રમશ)