કચ્છમાં બાળકોના મોત વિશે આવ્યા ચોંકાવનારા આંકડા, જાણીને તમને પણ આવી જશે ગુસ્સો - Sandesh
  • Home
  • Bhuj
  • કચ્છમાં બાળકોના મોત વિશે આવ્યા ચોંકાવનારા આંકડા, જાણીને તમને પણ આવી જશે ગુસ્સો

કચ્છમાં બાળકોના મોત વિશે આવ્યા ચોંકાવનારા આંકડા, જાણીને તમને પણ આવી જશે ગુસ્સો

 | 3:50 pm IST

કચ્છમાં અદાણી સંચાલિત જી કે હોસ્પિટલમાં 12 દિવસમાંજ 20 બાળકોના મોત પછી જે આંકડાઓ સામે આવી રહ્યા છે તે આંખ ઉઘાડનારા છે. ગુજરાતમાં આજે શું સ્થિતિ છે તેનો ચિતરા આપે છે. ગુજરાતમાં સબ સલામતના દાવા વચ્ચે કચ્છમાં કેટલાં બાળકો મોતને ભેટ્યાં તે જાણીને તમારા રુંવાડા ઉભા થઈ જશે.

કચ્છમાં ભુજમાં આવેલી જી કે હોસ્પિટલમાં છેલ્લાં પાંચ મહિનામાં જ 112 બાળકોના મોત થયા છે તો કચ્છની સરકારી હોસ્પિટલમાં બાળકોનો મૃતક આંક 12 મહિનામાં 901 જેટલો નોંધાતા કચ્છમાં બાળકોનો મૃત્યુઆકં 1000ને પાર થઈ ગયો છે. આ તમામ બાળકો હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોતને ભેટ્યા છે. જે બતાવે છે કે ગુજરાતમાં બાળકોની સ્થિતિ કેટલી દયનીય છે. કચ્છમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં અપૂરતો સ્ટાફ હોવાનું પણ સામે આવ્યું છે.

જો કે આ મામલે હોસ્પિટલ સત્તાવાળા અપૂરતા તબીર અને સ્ટાફની અછત ગણાવી દોષનો ટોપલો સરકાર પર ઢોળે છે. તો અહિં પ્રશ્ન એ છે કે શું તંત્રને આ આંકડાઓની જાણ નથી? માસૂમ બાળકોના મોત માટે જવાબદાર કોણ ? શા કારણે આટલાં બધાં બાળકો મોતને ભેટતાં હોવા છતાં સરકારના પેટનું પાણીએ હલતું નથી? સરકાર બીજી બાજુ પોતાને સહૃદયી ગણાવે છે તો પછી બાળકોના મોતને મામલે શા માટે ઠંડુ પાણી રેડી દેવાનો પ્રયાસ કરવામાં આવે છે. શા માટે હજી સુધી કોઈ પણ જવાબદારો સામે ફરિયાદ નોંધાયી નથી કે પગલાં લેવાયા નથી?