NIFTY 10,350.15 -101.65  |  SENSEX 33,370.76 +-360.43  |  USD 65.0250 +0.35
1.6M
1M
1.7M
APPS

FII સક્રિય થતા નિફ્ટી ફ્યૂચર ઓલટાઇમ હાઇ

 | 6:07 am IST

કોલ-પુટ એન્ડ કોલરઃ  જય સોની

ડેરિવેટિવ્સમાં માર્ચ એક્સ્પાયરી નિફ્ટી માટે રેકોર્ડ હાઇ જોવા મળ્યો. સાથે- સાથે નિફ્ટી ઇન્ડેક્સ ઓપ્શન પ્રીમિયમમાં ઓલટાઇમ ‘લો’ ઇમ્પ્લાઇડ વોલેટિલિટી (આઇવી) જોવા મળી. ફ્યૂચરની મૂવમેન્ટ પણ ઓપ્શન આઇવીને સપોર્ટ કરી શકી નહીં. ગયા સપ્તાહની ધારણા પ્રમાણે ૯૦૦૦ના લેવલથી ઉપર નિફ્ટીમાં તેજીની રેલી જોવા મળી.

જેમાં ઘણો મોટો ફાળો એફઆઇઆઇનો રહ્યો. ચૂંટણી પરિણામની અસરે એફઆઇઆઇ દ્વારા ૮૨૦૦ કરોડથી વધુંનું નેટ બાઇંગ ફકત ડેરિવેટિવ્સમાં જોવા મળ્યું. જે છેલ્લા ચાર ટ્રેડિંગ સેશનમાં બન્યું. જેની અસરે નિફ્ટી ફ્યૂચરમાં ૨૧૪ પોઇન્ટની ઉપરની રેલી મળી.

ગયા સપ્તાહના અંતે ઇન્ડેક્સ ઓપ્શન્સમાં ઘણા બદલાવ જોવા મળ્યાં. કોલ ઓપ્શન જે ઓપન ઇન્ટ્રેસ હતું જેમાં ઓપ્શનની આઇવી સાથે ઘટાડો જોવા મળ્યો અને હાલ પુટ ઓપ્શનમાં ઓપન ઇન્ટ્રેસમાં વધારો થયો છે. તમામ ઓપ્શનની સરખામણીમાં સૌથી વધુ ઓપન ઇન્ટ્રેસ હાલ ૮૮૦૦ના પુટની સ્ટ્રાઇક પર ૬૦.૩૪ લાખ સાથે નોંધવામાં આવ્યું હતુ. રૂ.૬.૩૦ના પ્રીમિયમ પર ૧૪.૩૮ ટકાની આઇવી ટ્રેડ થતી જોવા મળી હતી. નિફ્ટી પુટ કોલ રેશિયો પણ કરેક્શન સુચવે છે. શુક્રવારે અંતે નિફ્ટી પુટ કોલ રેશિયો ૧.૨૩૦ નોંધવામાં આવ્યો હતો. આમ ઓવર ઓલ નવી રેન્જમાં આઇવીમાં ઘટાડો જોવા મળ્યો છે. ઇલેક્શન રિઝલ્ટ બાદ નિફ્ટીને તેજી તરફ લઇ જવા માટે સ્ક્રિપોમાં તાતા સ્ટિલનો અને આઇટીસીનો સપોર્ટ મળ્યો હતો.

તાતા સ્ટિલ માર્ચ ફ્યૂચર ૫૦૨.૨૦ પર બંધ આપ્યું હતું. ત્યારે સૌથી વધુ ટ્રેડિંગ અને ઓપન ઇન્ટ્રેસ ૫૦૦ના કોલ ઓપ્શનની સ્ટ્રાઇક પર નોંધાયું છે. ૫૦૦ના કોલ ઓપ્શનની સ્ટ્રાઇકની આઇવી ૨૬.૨૮ ટકા ટ્રેડ થતી જોવા મળી હતી. તો પુટમાં ૪૮૦ની સ્ટ્રાઇક પર ૧૩.૯૬ લાખના ઓપન ઇન્ટ્રેસના વધારા સાથે ૨૭.૯૪ ટકાની આઇવી ટ્રેડ થતી જોવા મળી હતી.

બીજી તરફ આઇટીસીમાં ઉપલી રેલી બાદ માર્ચ ફ્યૂચર ૨૮૧.૫૦ ઉપર બંધ આવ્યું હતું ત્યારે ૨.૮૦ના કોલ રૂ.૫.૫૫ના પ્રીમિયમ પર ૨૩.૨૯ ટ કાની આઇવી ટ્રેડ થતી બંધ આવી હતી. કોલ ઓપ્શન્સના આઉટ ઓફ ધી મની સ્ટ્રાઇક ૨૯૦ અને ૩૦૦ના કોલની સ્ટ્રાઇક ૨૫.૩૬ ટકા અને ૩૦ ટકા અનુક્રમે બંધ આવી હતી. ત્યારે પુટ ઓપ્શન્સમાં સૌથી વધુ ટ્રેડિંગ ૨૭૦ની સ્ટ્રાઇક પર ૨૩.૬૬ ટકાની આઇવી પર જોવા મળ્યું હતું.