Teaser Release of Rajnikath-Akshay Kumar's 2.0 Film
  • Home
  • Entertainment
  • Bollywood
  • રજનીકાંત-અક્ષય કુમારની ફિલ્મ ‘2.0’નું ધમાકેદાર ટીઝર રીલીઝ

રજનીકાંત-અક્ષય કુમારની ફિલ્મ ‘2.0’નું ધમાકેદાર ટીઝર રીલીઝ

 | 1:54 pm IST

રજનીકાંત અને અક્ષય કુમારની મસ્ટવૉન્ટેડ ફિલ્મ ‘2.0’નું ટીઝર રીલીઝ થઈ ગયું છે. 1.30 મિનિટનાં આ ટીઝરનો એક-એક સીન જબરદસ્ત છે. આને ભારતની સૌથી મોંઘી ફિલ્મ કહેવામાં આવી રહી છે. ‘2.0’ ફિલ્મથી અક્ષય કુમાર સાઉથ ફિલ્મોમાં ડેબ્યૂ કરી રહ્યો છે. આ ફિલ્મમાં તે નેગેટિવ રૉલ નિભાવી રહ્યો છે. અક્ષય ડૉ. રિચર્ડ એટલે કે ક્રાઉ મેનની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ 29 નવેમ્બરનાં રોજ સિનેમાઘરોમાં રીલીઝ થશે.

અક્ષય કુમારે ગણેશ ચતુર્થીનાં અવસર પર ફિલ્મનું ટીઝર ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યું છે. સાથે જ લખ્યું છે, ‘ગણેશ ચતુર્થીનાં અવસર પર ભારતની સૌથી મોટી ફિલ્મનાં શ્રી ગણેશ કરી રહ્યો છું. સારા અને ખરાબ વચ્ચેની સૌથી મોટી લડાઈ…કોણ કરશે નિર્ણય?’

આ ફિલ્મની ખાસ વાત છે VFX વર્ક. VFXનાં કારણે ઘણીવાર ફિલ્મની રીલીઝ ડેટમાં બદલાવ કરવામાં આવ્યો હતો. ટીઝરમાં VFX વર્ક જોઇને લાગે છે કે આ હૉલીવુડ સ્ટાન્ડર્ડ પ્રમાણેનું છે. આ ફિલ્મ 3D અને 2Dમાં રીલીઝ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અક્ષય કુમારે ખુદ ખુલાસો કર્યો હતો કે ફિલ્મનાં મેકર્સે VFX પર 544 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે.