ફિલ્મ કલાકાર બનવા તમારા માટે ક્યા મોબાઇલ નંબર શુભ? - Sandesh
  • Home
  • Supplements
  • Nakshatra
  • ફિલ્મ કલાકાર બનવા તમારા માટે ક્યા મોબાઇલ નંબર શુભ?

ફિલ્મ કલાકાર બનવા તમારા માટે ક્યા મોબાઇલ નંબર શુભ?

 | 1:31 am IST

ફિલ્મના કલાકારો અને તે કલાકારો વિશે જાણવામાં દરેકને રસ હોય છે, તેમાં આપણે અગાઉના પખવાડિયામાં કલાકારો માટેના શુભ આંક વિશે વાત કરી હતી. હવે આગળના નંબર વિશે વાત કરીએ.

તમારા મોબાઇલ નંબરના અંતમાં ૪૨ હોય તો

જો તમારા મોબાઇલ નંબર ૪૨ હોય તો આ અત્યંત ઉત્તમ સહયોગ કલાકારો અથવા સીરિયલમાં કાર્ય કરનારા લોકોને પ્રદાન કરે છે, તેવા લોકો ભાગ્યશાળી અને પ્રેમી હોય તો શુક્ર કવચ અને ઓપલ રત્ન ધારણ કરવાની સાથે તે કાર્યમાં ઉન્નતિ પ્રાપ્ત કરે છે.

જો મોબાઇલ નંબરના અંતમાં ૫૧ હોય તો

મોબાઇલ નંબરના અંતમાં ૫૧ હોય તો તે લોકોને સફળતા અને યશ પ્રાપ્ત થાય છે, પરંતુ તેમને જીવનો ભય અજાણ્યા દુશ્મન અથવા હત્યાનો સંકેત રહ્યા કરે છે. તેથી આ નંબરથી સહયોગ લેવો ઉચિત એટલે કે યોગ્ય નથી. આ ઉપરાંત આ નંબરને લઇને વધારે મુંઝવણ થાય તો તમે તમારા મોબાઈલ નંબર વિશે કોઇ જાણકારની માહિતી લો, ત્યાર બાદ જ કોઇપણ પ્રકારનો નિર્ણય કરો.

જો તમારા મોબાઇલ નંબરના અંતમાં ૬૬ હોય તો

આ નંબર અત્યંત અલગ પ્રકારનો તથા આકર્ષક છે. અત્યંત અભિમાનથી બચાવનારા જાતક ભાગ્યશાળી અને યોગ ભોગ બંનેની દ્રષ્ટિએ ભોક્તા થઇ શકે છે. આ ફિલ્મથી લઇને ધર્મ સંસ્કૃતિ જગત માટે ઉત્તમ નંબર છે.  આ જાતક ભવિષ્યમાં ખુબ નામ મેળવશે.

– વશિષ્ઠજી મહારાજ