સોનમ અને અનિલ કપૂરની ફિલ્મનું ટીઝર રિલીઝ, જુઓ Video - Sandesh
NIFTY 10,936.85 -82.05  |  SENSEX 36,323.77 +-217.86  |  USD 68.5700 +0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • સોનમ અને અનિલ કપૂરની ફિલ્મનું ટીઝર રિલીઝ, જુઓ Video

સોનમ અને અનિલ કપૂરની ફિલ્મનું ટીઝર રિલીઝ, જુઓ Video

 | 4:05 pm IST

બોલિવુડ એક્ટ્રેસ સોનમ કપૂરની નવી ફિલ્મ ‘એક લડકી કો દેખા તો એસ લગા’નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં પહેલી વખત સોનમ અને પિતા અનિલ કપૂર સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે. સોનમ અને અનિલ સિવાય આ ફિલ્મમાં જૂહી ચાવલા અને રાજકુમાર રાવ પર મહત્વના રોલમાં જોવા મળે છે.

ફિલ્મ ‘એક લડકી કો દેખા તો એસા લગા’ના ટીઝરને સોનમ કપૂર અને અનિલ કપૂરે પોતાના ઓફીશિયલ ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. સોનમે ટીઝર શેર કરતા લખ્યું કે, “પ્યારમાં સ્યાપા નહીં કિયા, તો ક્યાં પ્યાર કિયા’. અને અનિલ કપૂરે ‘પ્યાર તબ ભી થા ઓર આજ ભી હૈ, પરંતુ સ્યાપા હો ગયા’ લખતા ટીઝરને શેર કર્યો હતો.

આ ફિલ્મના ટીઝરની શરૂઆત અનિલ કપૂરની ફિલ્મ ‘1942 લવ સ્ટોરી’નું ફેમસ ગીત ‘એક લડકી કો દેખા કો એસા લગા’થી થાય છે. તે પછી સ્ટોરી સીધા 2018માં આવી જાય છે, જેના પર સોનમ કપૂરના અવાજમાં કહેવામાં આવે છે ‘સાચા લાવના રસ્તામાં કોઈને કોઈ મુશ્કેલીઓ થાય જ છે. જો એવું ના થાય તો લવ સ્ટોરીમાં ફિલ કેવી રીતે આવશે.

ટીઝર પહેલા આ ફિલ્મનું પોસ્ટર સોનમ કપૂરે ટ્વિટર પર ફેન્સ સાથે શેર કર્યો હતો. આ પોસ્ટરમાં સોનમ શરમાતી જોવા મળે છે.

આ પહેલી વાર થશે જ્યારે સોનમ કપૂર અને અનિલ કપૂર પહેલી વખત કોઈ ફિલ્મમાં સાથે જોવા મળશે. સોનમ સાથે કામ કરવાના અનુભવ વિશે અનિલ કપૂરે કહ્યું કે આ અનુભવ ખૂબ સારો છે. તેમણે કહ્યું કે સોનમ એક અનુભવી એક્ટ્રેસ છે એવામાં તેમની સાથે કામ કરવું ખૂબ સરળ છે.