ફિલ્મ ભારતમાં કેટરીના અને પ્રિયંકા લીડ અભિનેત્રીઓ હશે  - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • ફિલ્મ ભારતમાં કેટરીના અને પ્રિયંકા લીડ અભિનેત્રીઓ હશે 

ફિલ્મ ભારતમાં કેટરીના અને પ્રિયંકા લીડ અભિનેત્રીઓ હશે 

 | 1:14 am IST

ફિલ્મમેકર અલી અબ્બાસ ઝફરે પોતાના આગામી પ્રોજેક્ટ ભારતની જાહેરાત કરી છે. ફિલ્મનું નિર્માણ તેમ જ હીરો સલમાન ખાન કરશે. ફિલ્મમાં સલમાન ખાન સાથે આ વખતે બે હીરોઇનો જોવા મળવાની છે. પ્રિયંકા ચોપરા અને કેટરીના કૈફ, એમ બે અભિનેત્રીઓને ફિલ્મમાં લેવા માટેની ચર્ચાએ જોર પકડયું છે. જો કે બંને સાથે ચર્ચાનો દોર શરૂ થયો છે. કેટરીના કૈફ ફરી એકવાર સલમાન ખાન સાથે કામ કરવા અધીરી છે તો પ્રિયંકા ચોપરાએ વર્ષમાં માત્ર એક જ હિન્દી ફિલ્મમાં અભિનય કરવાની વાત કરી છે. પ્રિયંકા અત્યારે અનેક સ્ક્રિપ્ટ વાંચી રહી છે અને તેની ફી જો નિર્માતાઓને પરવડશે તો તે ફિલ્મ ભારતમાં જોવા મળશે.