સૈફની કાલાકાંડી છે બેસ્ટ કોમેડી ફિલ્મ, આમિર ખાને કર્યા બે મોઢે વખાણ - Sandesh
NIFTY 10,700.45 -41.10  |  SENSEX 34,771.05 +-72.46  |  USD 64.0325 +0.55
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • સૈફની કાલાકાંડી છે બેસ્ટ કોમેડી ફિલ્મ, આમિર ખાને કર્યા બે મોઢે વખાણ

સૈફની કાલાકાંડી છે બેસ્ટ કોમેડી ફિલ્મ, આમિર ખાને કર્યા બે મોઢે વખાણ

 | 3:37 pm IST

સૈફ અલી ખાનની બ્લેક કોમેડી ફિલ્મ કાલકાંડી આજે રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં મુખ્ય કલાકાર સૈફ અલી ખાન, શોભિતા ધુલીપાલા, વિજય રાઝ, કુણાલ રોય કપૂર, અક્ષય ઓબેરોઇ, ઇશા તલવાર છે. અક્ષત વર્માની આ ફિલ્મના ખૂબ વખાણ થઈ રહ્યા છે અને આ વખાણ અન્ય કોઈ નહીં પરંતુ બોલિવૂડના પરફેકનીસ્ટ ગણાતા આમિર ખાન કરી રહ્યા છે. આમિર ખાને આ ફિલ્મ જોયા પછી તેના ટ્વિટર પર કાલાકાંડી માટે ખાસ ટ્વિટ કરી છે. તેણે ફિલ્મને ખૂબ વખાણી છે અને લોકોને અપીલ પણ કરી છે કે તે આ ફિલ્મ અચૂક જોવા જાય.

આમિર ખાને ટ્વિટમાં જણાવ્યું છે કે કાલાકાંડી તેણે જોઈ હોય તેવી કોમેડી ફિલ્મોમાં શ્રેષ્ઠ છે. ડેલી બેલી પછી આ બીજી ફિલ્મ એવી છે જેને જોઈને પેટ પકડીને હસવું આવ્યું હોય. આમિર ખાને આ ફિલ્મમાં સૈફના અને અન્ય કલાકારોના અભિનયના પણ વખાણ કર્યા છે.

મહત્વપૂર્ણ છે કે આ ફિલ્મ ડાર્ક કોમેડી છે. આ ફિલ્મમાં સૈફને કેન્સર થઈ જાય છે, આ વાત જાણ્યા પછી તેના જીવનમાં જે ઘટનાઓ બને છે તેની આસપાસ ફિલ્મ ફરે છે. ફિલ્મની શરૂઆતમાં સૈફને ખૂબ સરળ માણસ બતાવવામાં આવે છે. પરંતુ તેને અચાનક તેને ડોક્ટર જણાવે છે કે તેને કેન્સર થઈ ગયુ છે અને તે વધારે જીવી નહીં શકે. તેથી મૃત્યુ પહેલાં જે કામ કરવાની ઈચ્છા હોય તે બધા જ કામ કરી લો. સૈફ ત્યારથી નક્કી કરી લે છે કે જીવનના બાકી બચેલા દિવસોમાં તે બધા કામ કરશે જે તેણે અત્યાર સુધી નથી કર્યા. ત્યારપછી શરૂ થાય છે પેટ પકડીને હસાવે તેવી ઘટનાઓ. ફિલ્મમાં કોમેડી અને ટ્રેજેડીને બેસ્ટ રીતે દર્શાવાવામાં આવ્યા છે. સૈફ સાથે આ ફિલ્મમાં ચાર અન્ય યુવક-યુવતીઓની લાઈફ પણ દર્શાવાઈ છે. શું છે આ ચાર લોકોનું સૈફ સાથેનું કનેકશન અને સૈફના જીવનનું શું થશે તે જાણવાની મજા ફિલ્મ જોવાથી જ આવશે. આ ફિલ્મમાં સૈફ અલી ખાન તેના વિચિત્ર દેખાવ માટે શરૂઆતથી જ ચર્ચામાં રહ્યો છે. જો કે સૈફનો આ અંદાજ લોકોને પસંદ પડે છે કે નહીં તે તો આગામી દિવસોનું બોક્સ ઓફિસ કલેકશન જ જણાવશે.