NIFTY 10,125.30 +81.20  |  SENSEX 32,840.58 +243.40  |  USD 64.5225 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • Bold સીનથી ભરપૂર છે સૈફની ફિલ્મ ‘કાલાકાંડી’, આ ટ્રેલર છે તેનું પ્રુફ જોઈ લો તમે પણ

Bold સીનથી ભરપૂર છે સૈફની ફિલ્મ ‘કાલાકાંડી’, આ ટ્રેલર છે તેનું પ્રુફ જોઈ લો તમે પણ

 | 11:22 am IST

સૈફ અલી ખાનની ફિલ્મ ‘કાલાકાંડી’નું ટ્રેલર રિલીઝ થયું છે. આ ટ્રેલર એડલ્ટ સીન અને અપશબ્દોથી ભરપૂર છે. બીજા શબ્દોમાં કહીએ તો આ ફિલ્મ ‘કાલાકાંડી’ પણ બોલ્ડ સીનથી ભરપૂર હશે.

ફિલ્મના ટ્રેલરની શરૂઆતમાં સૈફ અલી ખાન એક ડૉક્ટર સાથે હોય છે અને તેને જાણવા મળે છે કે તે કેન્સરથી પીડાઈ રહ્યો છે. ત્યારબાદ ફિલ્મના અન્ય પાત્રોની એક ઝલક જોવા મળે છે. ફિલ્મમાં સૈફ અલી ખાન સાથે સોભિતા ધુલિપાલા, ઈશા તલવાર, અક્ષય ઓબેરોય, દીપક ડોબરિયાલ, વિજય રાઝ કુનાલ રોય કપૂર સહિતના કલાકારો જોવા મળે છે.

કાલાકાંડી ફિલ્મ ડાર્ક કોમેડિ છે જે 6 પાત્રોની આસપાસ ફરે છે. કેન્સરની બીમારીની જાણ થતાં સૈફ અલી ખાન તેનું માનસિક સંતુલન ગુમાવી બેસે છે અને ત્યારબાદ શરૂ થાય છે હાસ્યાસ્પદ અને થ્રીલથી ભરપૂર ઘટનાઓ.