alia varun madhuri spotted kalank special screening
  • Home
  • Featured
  • Photos: કરણ જૌહરે રાખ્યું ‘કલંક’નું સ્પેશિયલ સ્ક્રિનિંગ, આ અભિનેતા ન આવ્યો

Photos: કરણ જૌહરે રાખ્યું ‘કલંક’નું સ્પેશિયલ સ્ક્રિનિંગ, આ અભિનેતા ન આવ્યો

 | 11:06 am IST

મુંબઈમાં રવિવારે કલંકની સ્પેશિયલ સ્ક્રિનિંગ રાખવામાં આવી હતી. જ્યાં ફિલ્મની તમામ સ્ટારકાસ્ટ જોવા મળી હતી. પણ મુખ્ય રોલ નિભાવી રહેલ સંજય દત્ત ક્યાંય જોવા મળ્યો ન હતો. જો કે તે શા કારણે સ્પેશિયલ સ્ક્રિનિંગમાં આવ્યો નહીં તેનું કારણ સામે આવ્યુ નથી. કલંકની ખાસ સ્ક્રિનિંગને ફિલ્મ પ્રોડ્યુસર કરણ જૌહરે ખાસ રીતે તૈયાર કર્યો હતો.

સ્ક્રિનિંગમાં વરૂણ ધવન અને આદિત્ય રોય કપુરનું બોન્ડીંગ જોવા મળ્યુ હતુ. બંને સ્ટાર્સે એક સાથે તસવીરો આપી હતી. કલંકમાં વરૂણ ઝફર અને આદિત્ય દેવનો રોલ નિભાવી રહી છે. સ્ક્રિનિંગમાં બંને એક્ટર કેજ્યુઅલ લુકમાં જોવા મળ્યા હતા.

સોનાક્ષી સિન્હા સ્ક્રિનિંગમાં પોતાની માં પૂનમ સિન્હા સાથે પહોંચી હતી. ટ્રેડિશનલ આઉટફિટમાં સોનાક્ષી સિન્હા ખુબસુરત લાગી રહી હતી. કલંકમાં સોનાક્ષી, સત્યા ચૌધરીનો રોલ નિભાવી રહી છે. કલંક સોનાક્ષી સિન્હાની આ વર્ષની પહેલી ફિલ્મ છે. હાવ તે દબંગ 3નું શૂટિંગ કરી રહી છે.

આ મોકા પર આલિયા ભટ્ટ સાટીન ડ્રેસમાં ખુબજ સ્ટનિંગ લાગી રહી છે. આના પર ડેનિમ જેકેટ સાથે ટીમઅપ કર્યુ હતુ. કલંકમાં આલિયા ભટ્ટ રૂપનો રોલ નિભાવી રહી છે. કલંક ફિલ્મ કરણ જૌહરનું ડ્રીમ પ્રોજેક્ટ છે. આ ફિલ્મને બનાવવી તે તેના પિતાનું સપનું હતુ જેને કરણે પુરૂ કર્યુ છે. કલંકનું નિર્દેશન અભિષેક વર્મને કર્યુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન