ફિલ્મ મણિકર્ણિકાને લઇને કંગના રનૌતને મળી ફૂલ આઝાદી - Sandesh
  • Home
  • Supplements
  • Cine Sandesh
  • ફિલ્મ મણિકર્ણિકાને લઇને કંગના રનૌતને મળી ફૂલ આઝાદી

ફિલ્મ મણિકર્ણિકાને લઇને કંગના રનૌતને મળી ફૂલ આઝાદી

 | 1:01 am IST

મણિકર્ણિકાઃ ધ ક્વીન ઓફ ઝાંસી પૂરેપૂરી કંગના રનૌત પર આધારિત છે. નિર્માતાએ કંગનાને તેની મરજી પ્રમાણે ફિલ્મનું શૂટિંગ કરવાની આઝાદી આપી છે. પરિણામે શૂટિંગ દરમિયાન ફિલ્મનું બજેટ વધી ગયું છે. સાંભળવામાં આવ્યું છે કે, ફિલ્મના કેટલાક સીનમાં જ્યાં ખાલી પેચવર્કની જરૂર હતી ત્યાં આખા સીનનું શૂટિંગ ફરીથી કરવામાં આવ્યું છે. નિર્દેશક કૃષના કામથી નિર્માતા અને કંગના નાખુશ છે. કંગનાનું કહેવું છે કે, બાહુબલિના લેખક કવિ વિજેન્દ્ર પ્રસાદે લખેલી સ્ક્રિપ્ટના કેટલાક ભાગનું શૂટિંગ કૃષે કર્યું હતું નહીં. જેના કારણે ફિલ્મમાં કોઇ દમ લાગતો હતો નહી.હવે નિર્માતા અને કંગના રનૌતે ૪૫ દિવસમાં ફિલ્મની સ્ક્રિપ્ટ મુજબ દ્રશ્ય શૂટ કરવાનું નક્કી કર્યું છે. થોડા દિવસ પહેલા નિર્માતાઓએ બેઠક કરી હતી અને ફિલ્મની બાગડોર કંગનાના હાથમાં આપી શૂટિંગ માટેનું ૨૦ કરોડનું બજેટ જાહેર કરવાનું નક્કી કર્યું છે. ફિલ્મનું શૂટિંગ મુંબઇના ત્રણ અલગ-અલગ સ્ટુડિયોમાં રિ-શૂટ કરવામાં આવશે. તેમજ એક્શન દ્રશ્યો માટે હોલિવૂડના સ્ટંટ નિર્દેશક નિક પોવેલને બોલાવવામાં આવ્યો છે. એક ગીતની કોરિયોગ્રાફી માટે ડાન્સ નિર્દેશક કોરિયોગ્રાફર ગણેશ આચાર્યને સાઇન કરવામાં આવ્યો છે. નિર્માતાના આ નિવેદન પછી ઇન્ડસ્ટ્રીમાં ચર્ચાઓ ચાલી રહી છે કે, શું આ ફિલ્મ ૨૫ જાન્યુઆરી ૨૦૧૯ સુધીમાં રિલીઝ થશે કે નહીં? જોકે કંગનાએ નિર્માતાઓને કહ્યું છે કે તે રિલીઝની તારીખ આગળ વધવા દેશે નહીં. નિર્માતાઓએ ગાંધી જયંતી ઉપર ફિલ્મનું ટીઝર અને નવેમ્બરની મધ્યમાં તેનું ટ્રેલર રિલીઝ કરવાનું નક્કી કર્યું છે. એક સવાલ દરેકના મનમાં ઊભો થાય છે કે, શું ફિલ્મમાં કંગના કૃષ સાથે નિર્દેશનનો શ્રેય લેશે કે નહીં? સાંભળવામાં આવ્યું છે કે, કંગના દ્વારા શૂટ કરવામાં આવેલ ભાગોનું જી સ્ટુડિયો અને નિર્માતાના જોયા પછી તેને નક્કી કરવામાં આવશે. ત્યાં જ બીજી બાજુ ફિલ્મ વિવાદોમાં ઘેરાયેલી દેખાય છે. સોનુ સૂદ દ્વારા ફિલ્મ મણિકર્ણિકાઃ ધ ક્વીન ઓફ ઝાંસી છોડતા કંગનાએ તેના ઉપર કટાક્ષ કર્યો હતો. તેણીએ કહ્યું હતું કે, તારીખોને કારણે ઘણીવાર અભિનેતા ફિલ્મ છોડી દે છે. સોનુ દ્વારા ફિલ્મ છોડવાની કોઇ નવી વાત નથી. તે ફિલ્મમાં લક્ષ્મીબાઇના સહયોગી સરદાર સદાશિવ રાવની ભૂમિકામાં હતો.