Film Mitron will be released on 14th September
  • Home
  • Entertainment
  • Bollywood
  • 14 સપ્ટેમ્બરે રીલીઝ થશે ગુજરાતી છાંટવાળી ફિલ્મ ‘મિત્રો’, અમદાવાદમાં થયું છે શૂટિંગ

14 સપ્ટેમ્બરે રીલીઝ થશે ગુજરાતી છાંટવાળી ફિલ્મ ‘મિત્રો’, અમદાવાદમાં થયું છે શૂટિંગ

 | 5:08 pm IST

જેકી ભગનાની અને ક્રિતિકા કામરાની અપકમિંગ ફિલ્મ ‘મિત્રો’ 14 સપ્ટેમ્બર 2018નાં રોજ રીલીઝ થવાની છે. આ ફિલ્મમાં ગુજરાતીઓની પારંપરિક છાપ કરતા કંઇક અલગ અને નવું જોવા મળશે. ફિલ્મનું કેટલુંક શૂટિંગ અમદાવાદમાં થયું છે.

આ ફિલ્મમાં ગુજરાતી એક્ટર પ્રતિક ગાંધી અને શિવમ પારેખ મહત્વનાં રોલમાં જોવા મળવાનો છે. ફિલ્મમાં પ્રતિક ગાંધી જેકી ભગવાનીનો મિત્ર દર્શાવવામાં આવ્યો છે.

ફિલ્મમાં જેકી ભગનાની, ક્રિતિકા કામરા, પ્રતિક ગાંધી, શિવમ પારેખ અને નીરજ સૂદ જેવા કલાકારો જોવા મળવાનાં છે. ફિલ્મનું નિર્દેશન ‘ફિલ્મિસ્તાન’ન નામની ફિલ્મ ડિરેક્ટ કરનારા નિતિન કક્કરે કર્યું છે.