પદ્માવતીની જેમ વિવાદોમાં ફસાઈ ''મુઝફ્ફરનગર...'' ફિલ્મ, જાણો કેમ થઈ રહ્યો છે વિરોધ - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • પદ્માવતીની જેમ વિવાદોમાં ફસાઈ ”મુઝફ્ફરનગર…” ફિલ્મ, જાણો કેમ થઈ રહ્યો છે વિરોધ

પદ્માવતીની જેમ વિવાદોમાં ફસાઈ ”મુઝફ્ફરનગર…” ફિલ્મ, જાણો કેમ થઈ રહ્યો છે વિરોધ

 | 2:16 pm IST

ફિલ્મ પદ્માવતીને લઈને વકરેલો વિવાદ ઓછો થવાનો નામ જ નથી લેતું. દેશના અલગ અલગ વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ત્યારે વધુ એક ફિલ્મ લોકોના નિશાન પર આવી ગઈ છે. 2013માં ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં થયેલી હિંસા પર બનેલી ફિલ્મ ‘મુઝફ્ફરનગર – ધ બર્નિંગ લવ’ને લઈને વિવાદ શરૂ થયો છે. આ ફિલ્મ 17 નવેમ્બરના રોજ રિલીઝ થવાની છે.

ડાયરેક્ટર હરીશ કુમારની આ ફિલ્મનો કેટલાક લોકો વિરોધ કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટસ અનુસાર, હરીશ કુમારે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, સાંપ્રદાયિક હિંસાના ખરાબ પ્રભાવને મેં મારા ફિલ્મમાં બતાવવાની હિંમત કરી છે. જ્યારે કે સેન્સર બોર્ડે પણ આ ફિલ્મને જોયા બાદ પાસ કરી દીધી છે, તો પછી કેમ વિરોધ કરવામાં આવી રહ્યો છે.

હરીશ કુમારના જણાવ્યા અનુસાર, એ ફિલ્મકાર જ હોય છે, જેમનામાં સાંપ્રદાયિક હિંસાના ખરાબ પ્રભાવને બતાવવાની હિંમત હોય છે. કલાને એ નજરથી જ જોવી જોઈએ. જો ફિલ્મમાં કંઈક ખોટું થાય છે તો સેન્સર બોર્ડ તેને રોકી દે છે. તો કોણ લોકો છે, જે ફિલ્મની રિલીઝને રોકવા માગે છે. આવું હોય તો પછી સેન્સર બોર્ડનો શું મતલબ છે.

સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતીનો હવાલો આપતા કુમારે કહ્યું કે, ફિલ્મ મેકર્સને આસાનીથી નિશાના પર લઈ શકાય છે અને હંમેશાથી એવું જ થતું આવ્યું છે. જો આવું થયુ તો દેશમાં ફિલ્મમેકર્સની પરિસ્થિતિ પણ એવી જ થઈ જશે, જે આત્મહત્યા કરનારા ખેડૂતોની થાય છે.