'પદ્માવતી' ફિલ્મનો વિરોધ ચરમસીમાએ, કેન્દ્રીય મંત્રીઓને મોકલાઈ બંગડી - Sandesh
NIFTY 10,700.45 -41.10  |  SENSEX 34,771.05 +-72.46  |  USD 64.0325 +0.55
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • ‘પદ્માવતી’ ફિલ્મનો વિરોધ ચરમસીમાએ, કેન્દ્રીય મંત્રીઓને મોકલાઈ બંગડી

‘પદ્માવતી’ ફિલ્મનો વિરોધ ચરમસીમાએ, કેન્દ્રીય મંત્રીઓને મોકલાઈ બંગડી

 | 11:21 am IST

સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતીને સેન્સર બોર્ડે રિલીઝ માટે મંજૂરી આપી છે. ફિલ્મમાં જરૂરી ફેરફાર કરાયા હોવા છતાં પણ આ ફિલ્મ રિલીઝ ન થાય તેવી માંગણી કરવામાં આવી રહી છે. ફિલ્મ સામેનો વિરોધ ફરી એકવાર ઉગ્ર બની રહ્યો છે. તાજેતરમાં રાજપૂત સમાજ અને કરણી સેના ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાની માંગ સાથે આંદોલન કરવાની યોજના કરી રહી છે. આ આંદોલન 27 જાન્યુઆરીના રોજ ચિત્તોડગઢના કિલ્લામાં જ કરવામાં આવશે.

દેશભરના રાજપૂત સમાજના મુખ્ય આગેવાનો 27 તારીખે ચિત્તોડગઢના કિલ્લાના જોહર સ્થળે એકઠા થશે. જ્યાં રાણી પદ્માવતીએ પોતાની દાસીઓ સાથે જોહર કર્યુ હતુ તે સ્થળે રાજપૂત મહિલાઓ નારી શક્તિના સમ્માન માટે સંકલ્પ કરશે. કરણી સેનાની મહિલાઓએ આ ફિલ્મને નારી શક્તિનું અપમાન ગણાવી તેના પર પ્રતિબંધ લાગે તેવી માંગ કરી છે. મહિલાઓનું કહેવું છે કે ફિલ્મમાં ઈતિહાસ સાથે છેડછેડા કરવામાં આવી છે અને રાણી પદ્માવતીના પાત્રને યોગ્ય રીતે દર્શાવાયું નથી. આ ઉપરાંત રાજપૂત સમાજની મહિલાઓએ જયપુરના રાજપૂત સભા ભવનમાં એકઠા થઈ પીએમ મોદી સહિત કેન્દ્રીય મંત્રીઓને બંગડીઓ પોસ્ટ કરી છે.

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીએ સ્પષ્ટ કહ્યું છે કે, જો આ ફિલ્મ પ્રદર્શિત થઈ તો સિનેમાઘરોને નુકસાન સહન કરવું પડશે. એક તરફ કરણી સેના આ ફિલ્મ સામે આંકરા પાણીએ છે અને બીજી તરફ ફિલ્મ રિલીઝ થવાની ચર્ચાઓ ચાલી રહી છે. તેવામાં જોવાનું રહ્યું કે સંજય લીલા ભણસાલીની આ ફિલ્મ રિલીઝ થઈ શકશે કે કેમ.