film producer and director harish shah passed away
  • Home
  • Entertainment
  • Bollywood
  • બોલિવૂડમાં ફરી શોકનું મોજુ ફરી વળ્યુ, આ ફિલ્મ નિર્માતાનું થયુ નિધન

બોલિવૂડમાં ફરી શોકનું મોજુ ફરી વળ્યુ, આ ફિલ્મ નિર્માતાનું થયુ નિધન

 | 1:11 pm IST

ફિલ્મ નિર્માતા અને નિર્દેશક હરીશ શાહનું નિધન થયુ છે. આજે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા. તેઓ લાંબા સમયથી કેન્સરની બીમારીથી લડી રહ્યા હતા. હરીશ શાહની ગણતરી બોલિવૂડના દિગ્ગજ નિર્માતાઓમાં થતી હતી. તેમની મુખ્ય ફિલ્મો કાલા સોના, મેરે જીવન સાથી, રામ તેરે કિતને નામ, ધન દૌલત, જલજલા, જાલ ધ ટ્રેપનો સમાવેશ થાય છે.

હરીશ શાહે કેન્સર આધારિત ફિલ્મ વ્હાય મી પ્રોડ્યુસ કરી હતી. આ ફિલ્મે પ્રેસીડેન્ટ એવોર્ડ જીત્યો હતો. છેલ્લા 40 વર્ષથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં સક્રીય હતા હરીશ શાહ. 1968માં આમંદ દત્તના નિર્દેશનમાં બનેલી ફિલ્મ દિલ ઔર મોહબ્બતથી ફિલ્મ નિર્માણ કરનાર હરીશ શાહ ખુબજ લોકપ્રિય હતા તેમની ફિલ્મમાં અશોક કુમાર, જોય મુખર્જી, શર્મિલા ટાગૌરે મુખ્ય ભૂમિકા નિભાવી હતી. ત્યારબાદ તેમણે મેરે જીવન સાથી અને કાલા સોના જેવી ફિલ્મોનું નિર્માણ કર્યુ.

ફિલ્મ નિર્માણ સાથે હરીશ શાહે ફિલ્મ નિર્દેશનમાં યોગદાન આપ્યુ. 1980માં આવેલી ઋષિ કપૂર, નીતૂ સિંહ અને પ્રાણની ડ્રામા ફિલ્મ ધન દૌલતથી નિર્દેશન ક્ષેત્રે સિક્કો જમાવ્યો. હરીશે 1988માં ધર્મેન્દ્ર, કરણ કપૂર અને શત્રુઘ્ન સિન્હાની ફિલ્મ જલજલા અને 1995માં આવેલી રેખા, મિથુન ચક્રવર્તીની ફિલ્મ અબ ઇન્સાફ હોગાનું નિર્દેશન કર્યુ. આ ફિલ્મો પછી હરીશ નિર્દેશન ક્ષેત્રથી દૂર થઈ ગયા.

દરમિયાન તે શ્યામ રામસે અને તુલસી રામસેના નિર્દેશનમાં 1981માં આવેલી ફિલ્મ ‘હોટલ’ની પ્રોડક્શન ટીમમાં જોડાયા હતા. 1985માં માધવનના નર્દેશનમાં બનેલી રામ તેરે કીતને નામ ફિલ્મ નિર્માણમાં પોતાનું કૌશલ્ય બતાવ્યું.આ ફિલ્મમાં સંજીવ કુમાર, રેખા અને પ્રેમ ચોપડાએ મહત્વની ભૂમિકા નિભાવી. 2003 માં સની દેઓલ, તબ્બુ, રીમા સેન અને અમરીશ પુરીની ફિલ્મ જાલ – ધ ટ્રેપ નિર્માણ કર્યા પછી હરીશે ફિલ્મ જગતથી સંપૂર્ણપણે દૂરી બનાવી લીધી.

હિન્દી સિનેમાએ થોડા સમયમાં જ ઋષિ કપૂર, ઇરફાન ખાન, સુશાંત સિંહ રાજપૂત જેવા દિગ્ગજ કલાકારો ગુમાવ્યા છે જેની કાયમી ખોટ રહેશે.

આ વીડિયો જુઓ: અમદાવાદ થોડા વરસાદમાં જ ભરાય છે પાણી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન