Review: કડવું સત્ય દર્શાવે છે મુક્કાબાઝ, કલાકારોનો અભિનય વખાણવા લાયક - Sandesh
NIFTY 10,700.45 -41.10  |  SENSEX 34,771.05 +-72.46  |  USD 64.0325 +0.55
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • Review: કડવું સત્ય દર્શાવે છે મુક્કાબાઝ, કલાકારોનો અભિનય વખાણવા લાયક

Review: કડવું સત્ય દર્શાવે છે મુક્કાબાઝ, કલાકારોનો અભિનય વખાણવા લાયક

 | 1:51 pm IST

ફિલ્મઃ મુક્કાબાઝ
નિર્માતાઃ આનંદ એલ. રાય, વિક્રમાદિત્ય મોટવાણે, અનુરાગ કશ્યપ
દિગ્દર્શકઃ અનુરાગ કશ્યપ
કલાકારઃ વિનિતકુમાર સિંઘ, ઝોયા હુસૈન, જિમી શેરગિલ, રવિ કિશન
સંગીતઃ પ્રશાંત પિલ્લાઈ
સ્ટાર:3

ફિલ્મનો હીરો શ્રવણ સ્થાનિક ડોન ભગવાનદાસ મિશ્રા દ્વારા સંચાલિત જિમમાં બોક્સિંગની તાલીમ લે છે. તે બોક્સિંગમાં ચેમ્પિન બની. એમાં જ કારકિર્દી બનાવવા માગે છે. તાલીમ દરમિયાન શ્રવણ ડોન ભગવાનદાસની ભત્રીજીના પ્રેમમાં પડી જાય છે. અહીં ઊંચ-નીચનો સવાલ ઊભો થાય છે અને ડોન ભગવાનદાસ શ્રવણને પલતાની ભત્રીજી સુનયના મિશ્રાથી દૂર થઈ જવા દબાણ કરે છે. શ્રવણને બોક્સિંગ ચેમ્પિયનશિપ અને સુનયનાનો પ્રેમ બંને જોઈએ છે. પછી શરૂ થાય છે હીરો અને ડોન વચ્ચેની રસાકસી. શ્રવણ ડોન સાથે ઘર્ષણમાં આવ્યા વગર મામલો નિપટાવવાના પ્રયાસ કરે છે અને પછી વાત વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે.

ઉત્તરપ્રદેશના બેકગ્રાઉન્ડમાં સ્થાનિક બાહુબલીઓનો પાવર અને હિંસા દર્શાવવામાં અનુરાગ કશ્યપની હથોટી છે. ડોન તરીકે જીમી શેરગિલનો અભિનય વખાણવાલાયક છે. શ્રવણ તરીકે વિનિતકુમાર સિંઘ પણ તદ્દન રિયલ લાગે છે. એના સહાયક તરીકે રવિ કિશને પણ ઉત્તમ અભિનય કર્યો છે. સ્થાનિક કક્ષાની બોક્સિંગ અને તેની સાથે જોડાયેલું રાજકારણ આ ફિલ્મમાં ઉજાગર કરવામાં આવ્યું છે. આ ફિલ્મ ચોટદાર બની છે જેમાં હળવી અને મનોરંજનની ક્ષણો ખૂબ ઓછી છે. તેમ છતાં ફિલ્મ જોવાલાયક તો ખરી જ.