Film Review of Anurag Kashyap's Manmarziyan
  • Home
  • Entertainment
  • Bollywood
  • Film Review: દર્શકોનાં દિલ સુધી પહોંચશે અનુરાગ કશ્યપની ‘મનમર્ઝિયાં’

Film Review: દર્શકોનાં દિલ સુધી પહોંચશે અનુરાગ કશ્યપની ‘મનમર્ઝિયાં’

 | 6:46 pm IST

અનુરાગ કશ્યપની ફિલ્મોની વાત થાય ત્યારે ખૂન, બંદૂકોની ગોળીઓનો અવાજ, મર્ડર અને ડાર્ક શેડ ધ્યાનમાં આવે છે. નિર્માતા અને નિર્દેશક આનંદ એલ રાયે અનુરાગ કશ્યપને ‘મનમર્ઝિયાં’ની સ્ક્રિપ્ટ આપી જે કનિકા ઢિલ્લોને લખી છે. પહેલા પણ ફિલ્મનું પ્લાનિંગ થયું હતુ, પરંતુ યોગ્ય રીતે શૂટિંગ ના થવાના કારણે ફિલ્મને હૉલ્ડ પર રાખવામાં આવી હતી. છેલ્લે વિક્કી કૌશલ, તાપસી પન્નૂ અને અભિષેક બચ્ચન સાથે ફિલ્મનું શૂટિંગ થયું અને હવે ફિલ્મ રીલીઝ કરવામાં આવી છે.

ફિલ્મની વાર્તા અમૃતસર(પંજાબ)ની છે, જ્યાં વિક્કી (વિક્કી કૌશલ) અને રૂમી (તાપસી પન્નૂ) વચ્ચે ઊંડો પ્રેમ છે. વિક્કી હંમેશા ઘરની છત પરથી કૂદીને રૂમીને મળવા જતો હોય છે અને આ વાતની જાણકારી સંપૂર્ણ મોહલ્લાને હોય છે. જ્યારે આ વાતની જાણકારી રૂમીનાં પરિવારને થાય છે ત્યારે તેનો પરિવાર કહે છે કે વિક્કીએ રૂમી સાથે લગ્ન કરવા હશે તો ઘરે આવીને હાથ માંગવો પડશે. વાર્તામાં ટ્વિસ્ટ ત્યારે આવે છે જ્યારે રૂમીનાં લગ્ન એનઆરઆઈ રૉબી (અભિષેક બચ્ચન) સાથે નક્કી થાય છે. આ વાત સાંભળીને વિક્કી સ્તબ્ધ રહી જાય છે. વાર્તામાં ઘણાં વળાંકો આવે છે. છેલ્લે શું થાય છે તે જોવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.

ફિલ્મની વાર્તા સામાન્ય છે પરંતુ અનુરાગ કશ્યપે પોતાના અંદાજમાં આ દર્શાવી છે. ફિલ્મનાં ગીતો સારા છે જે વાર્તાને રસપ્રદ રીતે આગળ વધારે છે. વિક્કી કૌશલ અને તાપસીનો અભિનય શાનદાર છે તો અભિષક બચ્ચને પણ પોતાનું પાત્ર સુંદર રીતે નિભાવ્યું છે. ફિલ્મ થોડીક ધીમી છે જે થોડીક ક્રિસ્પ થઈ શકતી હતી. ફિલ્મનું બજેટ અંદાજે 30 કરોડ જણાવવામાં આવી રહ્યું છે. મોટી સ્ટારકાસ્ટને કારણે ફિલ્મને સારું ઑપનિંગ મળી શકે છે.