Film Review of Irfan Khan starrer Karwaa movie
  • Home
  • Entertainment
  • Bollywood
  • કેન્સર સામે ઝઝૂમી રહેલા ઈરફાનની ‘કારવા’ જોઈને દર મિનીટે રૂપિયા થશે વસૂલ

કેન્સર સામે ઝઝૂમી રહેલા ઈરફાનની ‘કારવા’ જોઈને દર મિનીટે રૂપિયા થશે વસૂલ

 | 1:08 pm IST

ફિલ્મ – કારવાં
ડાયરેક્ટર – આકર્ષ ખુરાના
સ્ટાર કાસ્ટ – ઈરફાન, દુલકર સલમાન, મિથિલા પાલકર, કૃતિ ખરબંદા
સમય – 2 કલાક
સર્ટિફિકેટ – U/A
રેટિંગ – 3.5 સ્ટાર

ડાયરેક્ટર આકર્ષ ખુરાના લાંબા સમયથી થિયેટર સાથે જોડાયેલા હતા, અને હાલમાં જ તેમણે હાઈજેક ફિલ્મ બનાવી હતી. જેને બોક્સ ઓફિસ પર સારો રિસ્પોન્સ તો મળ્યો ન હતો, પંરતુ જ્યારે તેમની ફિલ્મ કારવાનું ટ્રેલર રિલીઝ થયું, ત્યારે બધાને આ ફિલ્મ જોવાની ઈંતેજારી વધી હતી. કારણ કે, કેન્સર સામે ઝઝૂમી રહેલા ઈરફાનની આ ફિલ્મ છે. જે ફિલ્મના પ્રમોશનમાં સામેલ રહી શક્યા નથી. ત્યારે આ ફિલ્મ રિલીઝી થઈ ગઈ છે.

કહાની
ફિલ્મની કહાની અવિનાશ (દુલકર સલમાન)ના એક આઈફોન કોલથી શરૂ થાય છે. જ્યાં તેને કહેવાય છે કે, તેના પિતાનું મૃત્યુ થયું છે અને કુરિયર કંપની તરફથી કોઈ અન્યની ડેડબોડી તેને સોંપવામાં આવે છે. બસ, ત્યારથી તે પિતાની ડેડબોડી શોધવામાં નીકળી પડે છે. જ્યાં પોતાનો મિત્ર શૌકત (ઈરફાન)ની સાથે નીકળી પડે છે, પછી અહીં કારવામાં તેની સાથે તાન્યા (મિથીલા પાલકર)ની એન્ટ્રી થાય છે. આ મુસાફરી અનેક જગ્યાઓ પરથી પસાર થઈને ઢગલાબંધ ટ્વિસ્ટ અને ટર્ન્સ સાથે આગળ વધે છે. શું અવિનાશને તેના પિતાની ડેડબોડી મળશે, કહાનીમાં આગળ શું થશે, સમગ્ર મુસાફરીમાં આ ત્રણેય પાત્રો શું કરે છે, તે બધુ જાણવા માટે આ રોમાંચભરી ફિલ્મ જરૂર જોવા જેવી છે.

ફિલ્મ કેમ જોવી
ફિલ્મની કહાની અને સ્ક્રિપ્ટ બહુ જ કમાલની છે. બિજોય નામ્બિયારે આ જર્નીને સુંદર રીતે વર્ણવી છે. હુસૈન દલાલના સંવાદ અન આકર્ષ ખુરાનાનું સ્ક્રીનપ્લે જબરદસ્ત છે. જેટલા જોક્સ તમને ફિલ્મના ટ્રેલરમાં જોવા મળે છે, તેનાથી અનેક વધુ ફિલ્મમાં જોવા મળે છે. હિન્દી ફિલ્મોમાં આ ફિલ્મની સાથે એન્ટ્રી કરનાર દુલકર સલમાનનો અભિનય પણ જબરદસ્ત છે. તેમને જોઈને લાગે છે કે, તે બહુ જ સહજ અને સરળ અભિનય કરે છે. તેની સાથે યુટ્યુબ સેન્સેશન મિથિલા પારકરે પણ ઉત્કૃષ્ઠ અભિનય કર્યો છે. બંનેની કેમેસ્ટ્રી લાજવાબ છે. તો ઈરફાન ખાનની હાજરી આ ફિલ્મને અલગ લેવલ પર લઈ જાય છે. જે રીતે અન્ય પાત્રોની સાથે સાથે ઈરફાને સંવાદો કર્યા છે, તે જબરદસ્ત છે. એમ કહો કે, જ્યારે પણ ઈરફાન ફિલ્મમાં બતાવે છે, ત્યારે ત્યારે તમારા ચહેરા પર મુસ્કાન આવી જશે. ફિલ્મની આર્ટ કમાલની છે અને સિનેમેટોગ્રાફી પણ સુંદર છે. ફિલ્મની સૌથી સારી બાબત એ છે કે તેનો સમય 2 કલાકનો છે, જે આસાનીથી ક્યાં પસાર થઈ જાય છે તે ખબર પડતી નથી.

નબળી બાબતો
ફિલ્મની નબળી બાબતો કદાચ તેના ગીતો છે, જે રિલીઝ પહેલા હીટ થઈ શક્યા નથી. સેકન્ડ હાફમાં ફિલ્મની ગતિ થોડી ધીમી છે, પરંતુ ઈરફાનની હાજરી તેને મનોરંજનથી ભરપૂર બનાવી દે છે.

ફિલ્મને 1000 સ્ક્રીન પર રિલીઝ કરાઈ છે. આજે બોક્સ ઓફિસ પર આ ફિલ્મની સાથે અન્ય બે ફિલ્મો ફન્ને ખા અને મુલ્ક પણ રિલીઝ થઈ છે. ત્યારે આ ફિલ્મ શું કમાલ કરશે તે જોવાનું રહ્યું.