Film Review of Jackky Bhagnani Starer Film 'mitron'
  • Home
  • Entertainment
  • Bollywood
  • Film Review: પેટ પકડીને હસાવશે ગુજરાતી ફ્લેવરવાળી ફિલ્મ ‘મિત્રોં’

Film Review: પેટ પકડીને હસાવશે ગુજરાતી ફ્લેવરવાળી ફિલ્મ ‘મિત્રોં’

 | 12:25 pm IST

ડાયરેક્ટર નિતિન કક્કરે વર્ષ 2012માં ફિલ્મ ‘ફિલ્મિસ્તાન’ ડાયરેક્ટ કરી જેને ઘણી જ પસંદ કરવામાં આવી હતી. ફિલ્મને બેસ્ટ ફીચર ફિલ્મનાં નેશનલ એવોર્ડથી પણ સમ્માનિત કરવામાં આવી છે. ત્યારબાદ નિતિને કેટલીક બીજી ફિલ્મો ડાયરેક્ટ કરી હતી. ‘મિત્રોં’ ફિલ્મનાં ટ્રેલરને ઘણું જ પસંદ કરવામાં આવ્યું હતુ.

ફિલ્મની વાર્તા ગુજરાતમાં રહેનારા જય (જૈકી ભગનાની)ની છે, તેણે એન્જીનિયરિંગ કરેલું છે, પરંતુ આખો દિવસ ઘરમાં બેસીને તે અજીબ હરકતો કરે છે. આ કારણે જયનાં ઘરનાં લોકોને લાગે છે કે હવે તેના લગ્ન કરી લેવા જોઇએ જેથી તે જવાબદારીઓ પર ધ્યાન આપવા લાગશે. આ ચક્કરમાં જયનાં ઘરવાળા અવની (કૃતિકા કામરા) સાથે જયનાં લગ્નની વાત કરે છે અને તેના ઘરે જાય છે. જયનાં દોસ્ત (પ્રતીક ગાંધી અને શિવમ પારેખ) હંમેશા તેની સાથે જ રહે છે. અવનીને મળ્યા બાદ ફિલ્મની વાર્તામાં ઘણા વળાંકો આવે છે જે જોવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.

ફિલ્મનો સ્ક્રીનપ્લે ઘણો જ સારો છે. ફિલ્મનો ફર્સ્ટહાફ ઘણો જ રસપ્રદ છે. ફિલ્મને ગુજરાતી છાંટ આપવામાં આવી છે. ફિલ્મને નિતિન કક્કરે ઘણી જ સુંદર રીતે ડાયરેક્ટ કરી છે. ફિલ્મનો સંવાદ, ડાયરેક્શન, સિનેમેટોગ્રાફી સારી છે. જેકી ભગનાની પોતાના સર્વશ્રેષ્ઠ અભિનયમાં જોવા મળે છે. તો કૃતિકાએ પણ ડેબ્યૂ ફિલ્મમાં સારો અભિનય કર્યો છે. નીરજ સૂદ, પ્રતીક ગાંધી, શિવમ પારેખ અને અન્ય પાત્રોનું કામ પણ સારું અને નેચરલ છે. ફિલ્મનાં ગીતો પણ ઘણા સારા છે. જો તમે આ ફિલ્મ જોવા જશો તો જરા પણ નિરાશ નહી થાઓ.