NIFTY 10,060.60 -26.00  |  SENSEX 32,195.43 +-46.50  |  USD 64.0775 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • Review: કેવી છે 1971ની યુદ્ધકથા કહેતી ફિલ્મ ‘ધ ગાઝી એટેક’? જાણી લો એક ક્લિક પર

Review: કેવી છે 1971ની યુદ્ધકથા કહેતી ફિલ્મ ‘ધ ગાઝી એટેક’? જાણી લો એક ક્લિક પર

 | 6:00 pm IST

ફિલ્મનું નામ : ધ ગાઝી એટેક
ડિરેક્ટર : સંકલ્પ રેડ્ડી
કલાકારો : અતુલ કુલકર્ણી, કે.કે. મેનન, રાણા દુગ્ગુબાતી, તાપસી પન્નુ, ઓમ પુરી, રાહુલ સિંહ
સમયગાળો : 2 કલાક 05 મિનિટ
સર્ટિફિકેટ : U/A
રેટિંગ : 3.5 સ્ટાર

ભારત અને પાકિસ્તાન વચ્ચે અનેકવાર યુદ્ધ થયા છે. જોકે તેમની વચ્ચે એક એવી લડાઈ થઈ હતી જેના વિશે બહુ ઓછા લોકોને ખબર છે. 1971ની સમુદ્રની અંદર થયેલી લડાઈ પર આધારિત છે આ ફિલ્મ છે ‘ગાઝી એટેક’.

શું છે વાર્તા?
આ વાર્તા 1971ની છે જ્યારે બાંગ્લાદેશ ઇસ્ટ પાકિસ્તાનના નામે ઓળખાતું હતું. 17 નવેમ્બરના દિવસે ભારતી નેવીના હેડક્વાર્ટરમાં સમાચાર આવે છે કે પાકિસ્તાન તરફથી સમુદ્રના રસ્તે ભારતના આઇએનએસ વિક્રાંત પર એટેક થવાનો છે. નેવીના હેડ વી.પી. નંદા (ઓમ પુરી) આ વાતની તપાસ કરવા માટે ઓપરેશન ‘સર્ચ લેન્ડ’ની જાહેરાત કરી છે. આ ઓપરેશનની જવાબદારી કેપ્ટન રણવિજય સિંહ અને લેફ્ટન્ટ કમાન્ડર અર્જુન (રાણા દુગ્ગુબાતી)ના હાથમાં હોય છે. તેમની ટીમનો જ સભ્ય હોય છે દેવરાજ (અતુલ કુલકર્ણી). આ ટીમ મળીને પાકિસ્તાનના પીએનએસ ગાઝી પર એટેક કરીને એનો અંત લાવે છે. આ સંઘર્ષ જ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યો છે.

શું કામ જોવી જોઈએ ફિલ્મ?
આ ફિલ્મની વાર્તા ખાસ છે. તેને અનોખા અંદાજમાં રસપ્રદ રીતે દર્શાવવામાં આવી છે. આ ફિલ્મ જોતી વખતે તમે ઇમોશનલ થઈ જાઓ છો તો ક્યારેક રાષ્ટ્રપ્રેમની ભાવના છલકાઈ ઉઠે છે. ફિલ્મની સિનેમેટોગ્રાફી કમાલની છે જેના કારણે ફિલ્મની વાર્તા દિલને સ્પર્શી જાય છે. ફિલ્મના કલાકારોની એક્ટિંગ જબરદસ્ત છે. અતુલ કુલકર્ણી, કે.કે. મેનન, રાણા દુગ્ગુબતી તેમજ રાહુલ સિંહનું કામ એકદમ પર્ફેક્ટ છે. ઓમ પુરીએ પણ સહજ એક્ટિંગ કરી છે જ્યારે તાપસી પન્નુનો રોલ નાનો પણ મજબૂત છે. ફિલ્મનું વીએએફએક્સ અને બેકગ્રાઉન્ડ સ્કોર પણ એ ગ્રેડનો છે જ્યારે ડાયલોગ્સ પણ ચોટદાર છે.

ફિલ્મની નબળી કડી
આ ફિલ્મ આઇટમ સોંગ, મસાલા જોક્સ તેમજ કોમેડીથી ભરપૂર નથી જેના કારણે એ કોમર્શિયલ ફિલ્મ બિલકુલ નથી. આ ફિલ્મ પરિબળોને કારણે અમુક લોકોને નિરસ લાગી શકે છે.