Film URI The Surgical Strike Broke Record Of Bahubali 2 On Box Office
  • Home
  • Entertainment
  • Bollywood
  • પાંચમાં અઠવાડિયે પણ ફિલ્મ ‘ઉરી’ કરી રહી છે ધમાકેદાર કમાણી, ‘બાહુબલી’નો તોડ્યો રેકૉર્ડ

પાંચમાં અઠવાડિયે પણ ફિલ્મ ‘ઉરી’ કરી રહી છે ધમાકેદાર કમાણી, ‘બાહુબલી’નો તોડ્યો રેકૉર્ડ

 | 12:10 pm IST

વર્ષ 2019ની સૌથી શાનદાર ફિલ્મોનાં લિસ્ટમાં પહેલા નંબરે ચાલી રહેલી ‘ઉરી’ ફિલ્મ રોજ નવા રેકૉર્ડ બનાવી રહી છે. વર્ષ 2016માં થયેલી સર્જિકલ સ્ટ્રાઇક પર બનેલી આ ફિલ્મની વાર્તાએ લોકોનાં દિલ પર એવી એન્ટ્રી મારી કે પાંચ અઠવાડિયા થવા છતા ફિલ્મ ધમાકેદાર કમાણી કરી રહી છે. ફિલ્મે પાંચમાં અઠવાડિયે શનિવારનાં 4.60 કરોડની કમાણી કરીને ‘બાહુબલી-2’નો રેકૉર્ડ તોડ્યો છે. ‘બાહુબલી-2’એ પાંચ અઠવાડિયામાં 2.25 કરોડની કમાણી કરી હતી. આ હિસાબે ‘ઉરી’એ ‘બાહુબલી’નો રોકૉર્ડ તોડતા પાંચમાં અઠવાડિયાનાં શનિવારે શાનદાર કમાણી કરી છે.

ટ્રેડ અનાલિસ્ટ તરણ આદર્શે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ફિલ્મની કમાણીનાં આંકડા શેર કરતા જણાવ્યું છે કે ફિલ્મે કમાણીનાં મામલે નવો ઇતિહાસ બનાવી દીધો છે. તરણ આદર્શે ટ્વિટર પર ફિલ્મનાં આંકડા શેર કરતા જણાવ્યું કે ફિલ્મે પહેલા અઠવાડિયે 71.26 કરોડ, બીજા અઠવાડિયે 62.77 કરોડ, ત્રીજા અઠવાડિયે 37.06 કરોડ, ચોથા અઠવાડિયે 29.07 કરોડ અને પાંચમાં અઠવાડિયાનાં શુક્રવારે 2.13 કરોડ અને શનિવારે 4.60 કરોડની કમાણી કરીને કુલ 207.13 કરોડની કમાણી કરી છે.

18 સપ્ટેમ્બર, 2016નાં રોજ કાશ્મીરનાં ઉરી બેસ કેમ્પ પર આંતકવાદીઓએ હુમલો કરતા 19 જવાનો શહીદ થયા હતા. 19 જવાનો શહીદ થતા દેશ આખામાં હાહાકાર મચી ગયો હતો અને રોષ જોવા મળ્યો હતો. ત્યારબાદ સેનાએ સર્જિકલ સ્ટ્રાઇક જેવું પગલુ ભર્યું અને જવાનોનાં મોતનો બદલો લીધો. આ ફિલ્મમાં વિકી કૌશલ ઉપરાંત પરેશ રાવલ, યામી ગૌતમ અને ટીવી અભિનેતા મોહિત રૈના જોવા મળ્યા હતા.