ફિલ્મો બાદ હવે વેબ સિરીઝમાં કરિશ્મા કપૂર નસીબ અજમાવશે  - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • ફિલ્મો બાદ હવે વેબ સિરીઝમાં કરિશ્મા કપૂર નસીબ અજમાવશે 

ફિલ્મો બાદ હવે વેબ સિરીઝમાં કરિશ્મા કપૂર નસીબ અજમાવશે 

 | 2:54 am IST

છેલ્લે વર્ષ ૨૦૧૨માં આવેલી ફિલ્મ ડેન્જરસ ઇશ્કમાં જોવા મળેલી અભિનેત્રી કરિશ્મા કપૂર છ વર્ષ બાદ અભિનયની દુનિયામાં કમબેક કરી રહી છે. ફિલ્મો બાદ હવે કરિશ્મા વેબસિરીઝમાં પોતાનું નસીબ અજમાવવા જઈ રહી છે. નિર્માત્રી એકતા કપૂરના ઓલ્ટ બાલાજી સાથે કરિશ્મા કપૂર જોડાઈ ગઈ છે. એકતા ટૂંકસમયમાં વેબ સિરીઝનું નામ તેમ જ રિલીઝ ડેટ જાહેર કરવાની છે. સોશિયલ મીડિયા પર સક્રિય કરિશ્મા કપૂર પોતાનાં બાળકોની સાર-સંભાળને પ્રાથમિકતા આપતી હતી. હવે સંતાનો મોટા થતાં ફરી એકવાર અભિનયની દુનિયામાં નામ કમાવવા ઉત્સુક બની ગઈ છે.