NCP Senior Leader - Final Decision Not Taken On CM Post Of MH
  • Home
  • Featured
  • CM પદનો લાડવો શિવસેનાને નહીં મળે? NCPનાં સીનિયર નેતાનાં નિવેદનથી વધ્યું સસ્પેન્સ

CM પદનો લાડવો શિવસેનાને નહીં મળે? NCPનાં સીનિયર નેતાનાં નિવેદનથી વધ્યું સસ્પેન્સ

 | 4:00 pm IST

એક તરફ શિવસેના નેતા સંજય રાઉતનું કહેવું છે કે કૉંગ્રેસ-એનસીપી સાથે સહમતિ બની ગઈ છે અને 5 વર્ષ શિવસેનાનો જ મુખ્યમંત્રી રહેશે, પરંતુ એનસીપીનાં બે વરિષ્ઠ નેતા છગન ભુજબલ અને નવાબ મલિકે કહ્યું છે કે હજુ ઘણી વાતો બાકી છે. કુલ મળીને આ બંને નિવેદનોથી સ્પષ્ટ છે કે મહારાષ્ટ્રમાં કૉંગ્રેસ-એનસીપી અને શિવસેનાની ગઠબંધનવાળી સરકાર બનવામાં હજુ કોઈપણ સ્પષ્ટ ચિત્ર સામે આવી રહ્યું નથી.

મુખ્યમંત્રી પદને લઇને હજુ કોઈ નિર્ણય નથી થયો

એક તરફ એનસીપી નેતા નવાબ મલિકનું કહેવું છે કે, “મુખ્યમંત્રીને લઇને હજુ કોઈ નિર્ણય નથી. સાંજની બેઠક બાદ જ નિર્ણય થઈ શકશે. અત્યારે કોઈપણ પ્રકારની ચર્ચા નથી થઈ. આજે સાંજે જ્યારે ત્રણેય દળો બેસશે તો તમામ બિંદુઓ પર ચર્ચા થશે અને નિર્ણય લેવામાં આવશે. નિશ્ચિત રીતથી સ્થિર સરકાર બનશે અને 5 વર્ષ ચાલશે.”

શિવસેના ધારાસભ્યો ઇચ્છે છે કે ઉદ્ધવ જ સીએમ બને

બીજી તરફ મુંબઈમાં શિવસેના ધારાસભ્યોની બેઠક ખત્મ થઈ ગઈ છે. મળતી માહિતી મુજબ ઉદ્ધવ ઠાકરેએ પોતાના ધારાસભ્યોને કહ્યું કે, “મુખ્યમંત્રી તો શિવસેનાનો જ બનશે.” તો ધારાસભ્યોની માંગ છે કે, “ઉદ્ધવ જ મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી બને.” બેઠકમાં ઉદ્ધવ ઉપરાંત કોઈ અન્ય નામની ચર્ચા નથી થઈ.

બીજેપી-શિવસેનાનું 30 વર્ષ જૂનું ગઠબંધન તૂટી ગયું

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં બીજેપીને 105, શિવસેનાને 56, એનસીપીને 54 અને કૉંગ્રેસને 44 સીટો મળી છે. બીજેપી અને શિવસેનાએ સાથે મળીને બહુમતનો 145નો આંકડો પાર કરી લીધો હતો, પરંતુ શિવસેનાએ 50-50 ફોર્મ્યુલાની માંગ રાખી દીધી, જે પ્રમાણે અઢી-અઢી વર્ષ સરકાર બનાવવાનું મૉડલ હતુ. શિવસેનાનું કહેવું છે કે બીજેપીની સાથે કરાર આ ફોર્મ્યુલા પર થયો હતો, પરંતુ બીજેપીનો દાવો છે કે એવો કોઈ કરાર નથી થયો. આને લઇને મતભેદ એટલો વધી ગયો કે બંને પાર્ટીઓનું 30 વર્ષ જૂનું ગઠબંધ તૂટી ગયું.

આ વિડીયો પણ જુઓ: રાજકોટમાં ફુડ ડિવિલરી બોય જ દારુની ડિલિવરી કરતો ઝડપાયો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન