Finally we will see Ram Temple being built in Ayodhya in next 6 months: Surendra Singh Nagar,SP, MP
  • Home
  • Featured
  • સાંસદ બોલ્યા- હું રામ ભકત છું, આવતા 6 મહિનામાં અયોધ્યામાં બનશે રામમંદિર

સાંસદ બોલ્યા- હું રામ ભકત છું, આવતા 6 મહિનામાં અયોધ્યામાં બનશે રામમંદિર

 | 1:17 pm IST

2019ની લોકસભા ચૂંટણી પહેલાં ફરી એકવખત રામ મંદિરનો મુદ્દો ગરમાયો છે. આમ રામ મંદિરના બાંધકામને લઇ વધુ એક સાંસદે નિવેદન આપ્યું છે. મધ્યપ્રદેશમાં સમાજવાદી પાર્ટીના સાંસદ સુરેન્દ્ર સિંહ નાગરે એક કાર્યક્રમ દરમ્યાન કહ્યું કે હું ભગવાન રામનો ભકત છું. હું જાણું છું કે આગામી લોકસભા ચૂંટણી સુધી અમે અયોધ્યામાં રામ મંદિર જોઇશું. આવતા 3 થી 6 મહિનામાં અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થઇ જશે.

સપા સાંસદ સુરેન્દ્ર સિંહે કહ્યું છે કે હવે ચૂંટણીના ચક્કરમાં તમામ રાજકીય પક્ષ ભગવાન રામના નામનો ઉપયોગ કરશે. તેમણે કહ્યું કે ભાજપે કેન્દ્રમાં સાડા ચાર વર્ષ પૂરા કર્યા છે. તેમણે વચન આપ્યું હતું કે જ્યારે તેમની સરકાર કેન્દ્ર અને રાજ્યમાં આવશે તો અમે અયોધ્યામાં રામ મંદિર બનાવીશું. પરંતુ હવે ચૂંટણીના થોડાંક મહિના પહેલાં જે ફરીથી રામ મંદિર યાદ આવી ગયું છે.

આપને જણાવી દઇએ કે અયોધ્યામાં રામ મંદિર નિર્માણને લઇ ઉન્નાવથી ભાજપ સાંસદ સાક્ષી મહારાજે પણ શનિવારના રોજ કહ્યું કે 2019 પહેલાં જો રામ મંદિરનું બાંધકામ થશે નહીં તો તેઓ ભાજપની સાથે ઉભા નહીં રહે. કારણ કે રામ મંદિરના મુદ્દા પર સંતોની સાથે ઉભા છીએ. ભાજપ સાંસદ સાક્ષી મહારાજે કહ્યું કે આજે હું જે પણ કંઇ છું, ભગવાન રામની કૃપાથી છું. આજે ભાજપ જે મુકામ પર પહોંચ્યું છે, તેની પાછળ રામજીની કૃપા અને સંતોનું ખૂબ મોટું યોગદાન છે.

5મી ઑક્ટોબરના રોજ રાજધાની દિલ્હીમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજીત કરાયેલ બેઠકનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે સંતોએ રામ મંદિરને લઇ સરકારના વલણથી ઘણા નારાજ છે.

બે દિવસ પહેલાં શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું હતું કે જ્યારે અયોધ્યામાં વિવાદાસ્પદ માળખું તોડી પાડવા માટે કોર્ટને પૂછવામાં આવ્યું નહોતું તો આપણે રામ મંદિરના બાંધકામ માટે કેમ કોર્ટને પૂછીએ છીએ, તેમણે કહ્યું ‘રામ મંદિર શ્રદ્ધાનો મામલો છે, દિવાળી બાદ લાખો શિવસૈનિક મળીને રા મંદિર બાંધકામનું કામ શરૂ કરશે.’

સંજય રાઉતે મોદી સરકાર પર નિશાન સાંધતા કહ્યું કે રામ મંદિરને લઇ સરકાર અધ્યાદેશ લાવે. તેમણે કહ્યું કે રામ મંદિર પર સરકારે નિર્ણય લેવો જ પડશે. તેમણે ભાજપ પર આરોપ મૂકયા કે ભાજપ સત્તામાં રામ મંદિર નિર્માણના નામ પર જ વોટ માંગીને આવ્યા છે.