Finance Minister Arun Jaitley Response Over Kashmir Issue In Rajya Sabha
  • Home
  • Featured
  • કોંગ્રેસે પુછ્યું J&Kમાં કોની ભૂલ? અરૂણ જેટલીએ કહ્યું કે, …તો તમને શરમ આવશે

કોંગ્રેસે પુછ્યું J&Kમાં કોની ભૂલ? અરૂણ જેટલીએ કહ્યું કે, …તો તમને શરમ આવશે

 | 4:26 pm IST

રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીર મુદ્દે ચર્ચા દરમિયાન કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદે કેન્દ્ર સરકાર પર આરોપ લગાવ્યો હતો કે છેલ્લા સાડા ચાર વર્ષમાં કાશ્મીરમાં હિંસાની ઘટનાઓ વધી ગઈ છે. આઝાદે જમ્મૂ-કાશ્મીરની વિધાનસભા ભંગ કરવાને લઈને પણ કેન્દ્ર સરકારની ભૂમિકા પર પણ સવાલ કર્યા છે. સરકાર તરફથી વળતા પ્રહાર કરતા અરૂણ જેટલીએ આઝાદને જવાબ આપતા કહ્યું હતું કે કાશ્મીરને સમસ્યા કોંગ રેસની સતત ખોટી નીતિઓનું પરિણામ છેૢ જે ક્યારેય કોંગ્રેસનો પીછો નહીં છોડે.

જમ્મૂ-કાશ્મીરના મુખ્યમંત્રી રહી ચુકેલા ગુલામ નબી આઝાદે કહ્યું હતું કેૢ કાશ્મીરના મુદ્દે વાતચીત કરવા માટે તેના ઈતિહાસની જાણકારી હોવી જરૂરી છે. જ્યાં સુધી ઈતિહાસ નહીં જાણવામાં આવે ત્યાં સુધી ભૂતકાળની માફક સરકારો ભુલ પર ભુલો કરતી જ રહેશે. જે કોઈ પણ સરકારો વચગાળામાં આવી તેણે પણ કાશ્મીરનો ઈતિહાસ જાણવાનો પ્રયાસ જ ના કર્યો. 1946થી કાશ્મીરમાં ટ્રી-નેશન થિયરી સૌથી મોટો મુદ્દો છે. તેમને એવો પણ આરોપ લગાવ્યો હતો કે ભાજપે રાજ્યમાં જોડતોડની રાજનીતિ ખેલી સરકાર બનાવવાના પ્રયાસ કર્યા.

રાજ્યસભામાં આઝાદે કહ્યું હતું કે છેલ્લા ચાર વર્ષમાં સૌથી વધારે વાર સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું અને તેનું સીધું નુકશાન સ્થાનિક લોકોને થયું. છેલ્લા ચાર વર્ષમાં આતંકવાદ પણ તેની ચરમસીમાએ પહોંચી ગયો છે. સીઝફાયરમાં સૌથી વધારે લોકો આ ચાર વર્ષમાં જ માર્યા ગયા. આઝાદે ભાજપને ટોણોં મારતા કહ્યું હતું કે તમે તો ગાજા વાજા સાથે રાજ્યમાં સરકાર બનાવી હતી પરંતુ જ્યારે તમામ મોરચે તમે નિષ્ફળ રહ્યાં તો સમર્થન પાછુ ખેંચી લીધું. સામાન્ય રીતે ક્ષેત્રીય પક્ષો સમર્થન પરત ખેંચતા હોય છે પરંતુ અહીં તો કેન્દ્ર સરકારે જ સમર્થન પાછુ ખેંચી લીધું. આઝાદે કહ્યું હતું કે તમે અહીં જોડતોડના પ્રયાસો કર્યા હતા. તમે નેશનલ કોન્ફ્રરન્સ થી લઈને પીડીપી અને કોંગ્રેસને પણ તોડવાનો પ્રયાસ કર્યો જ્યારે આ દળોની સરકારોએ જ ત્યાં સૌથી વધારે કામ કર્યું હતું. અમને રાજ્યની આ સ્થિતિ મંજૂર નથીૢ ત્યાં ચૂંટણી યોજાવવી જ જોઈએ.

જેના જવાબમાં અરૂણ જેટલીએ કહ્યું હતું કેૢ કાશ્મીરમાં જે અલગ અસ્તિત્વની કલ્પના કરવામાં આવી હતીૢ તે છેલ્લા 70 વર્ષમાં અલગાવવાદ તરફ વધી છે. જે વાયદાઓ કોંગ્રેસે કર્યા હતાૢ તેની કિંમત દેશ અનેક વર્ષોથી ચૂકવી રહ્યો છે. તમે સત્તામાં તો આવ્યાૢ પરંતુ સત્તામાં ચાલવાનો ઈતિહાસ જ ભૂલી ગયા. 1957ૢ 1962ૢ 1967માં જમ્મૂ-કાશ્મીરમાં ચૂંટણીઓ કેવી રીતે થતી હતી તેના પર અનેકવાર ઘણુંબધુ લખાઈ ચુક્યું છે. ઓક્ટોબર 1947માં જ્યારે સરહદ પારથી હુમલો થયો તો પ્રજા પરિષદને લોકોએ પોતાનું યોગદાન આપ્યું. અમે નેતાઓના યોગદાનને ક્યારેય નહીં ભૂલીયે. પરંતુ તમારે લોકોના યોગદાનને પણ ના ભૂલવું જોઈએ. આ પ્રકારની રાજનીતિ બાદ તમે કહો છો કે કાશ્મીરમાં છેલ્લા સાડા ચાર વર્ષમાં અલગાવવાદની ભાવના વધી ગઈ !

જેટલીએ કોંગ્રેસ પાર્ટી અને શેખ અબ્દુલ્લા વચ્ચેની રાજકીય હુંસાતુંસીને યાદ કરાવતા કહ્યું હતું કેૢ 1986માં શેખ સાહેબ સાથેની સમજુતી બાદ 1989 સુધી કાશ્મીરમાં જે થયુંૢ તે દરમિયાન જ અલગાવવાદની ભાવના સૌથી વધારે વધી. જમ્મૂ-કાશ્મીરમાં લડાઈ અલગાવવાદ અને આતંકવાદ વિરૂદ્ધ છે. અહીંથી સ્થાનીક પાર્ટીઓને આતંકવાદ અને આલગાવવાદનો સામનો કરવા માટે મતભેદો છતાંયે કેટલાક મુદ્દે સમહત થવું જ પડશે. અલગાવવાદનો આખો ઈતિહાસ છેૢ નીતિઓ છે. 2010માં જે સમયને તમે કાશ્મીરનો ગોલ્ડન પીરિયડ ગણાવી રહ્યાં છોૢ તે દરમિયાન જ પથ્થરબાજી શરૂ થઈ. આ આલગાવવાદીઓની જ નીતિઓ હતીૢ જેણે કાશ્મીરના યુવાઓન હાથમાં હથિયારો પકડાવી દીધા.

અંતે જેટલીએ કહ્યું હતું કેૢ ઈતિહાસ જ્યારે નિર્ણય કરશે કે જમ્મૂ-કાશ્મીર પર શ્યામા પ્રસાદ મુખરજીનો દ્રષ્ટિકોણ સાચો હતો કે પંડિત જવાહરલાલ નેહરૂનોૢ તો તમને ખુબ જ તકલીફ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન