Finance Minister Nirbala Sitaraman : Congress Leader Adhir Ranjan
  • Home
  • Featured
  • કોંગ્રેસના અધીર રંજને ફરી સર્જ્યો વિવાદ, નિર્મલા સીતારમન માટે કરી અશોભનિય ટિપ્પણી

કોંગ્રેસના અધીર રંજને ફરી સર્જ્યો વિવાદ, નિર્મલા સીતારમન માટે કરી અશોભનિય ટિપ્પણી

 | 5:31 pm IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને ઘુષણખોર કહેવાને લઈને કોંગ્રેસના નેતા અધીર રંજનના નિવેદન પર હજી હોવાળો શાંત પણ નથી થયો ત્યાં તેમણે ફરી એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે હવે નાણાંમંત્રી નિર્મલા સીતારમણને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે

અધીર રંજને હવે લોકસભામાં કોર્પોરેટ ટેક્ષમાં ઘટાડા પર ચર્ચા દરમિયાન નિર્મલા સીતારમણને ‘નિર્બલા સીતારમણ’ કહ્યું હતું.

કોંગ્રેસ સંસદીય દળના નેતા અધીર રંજન ચૌધરીએ સોમવારે લોકસભામાં નાણાંમંત્રી નિર્મલા સીતારમણ વિરુદ્ધ અમર્યાદિત શબ્દોનો ઉપયોગ કર્યો હતો. ચૌધરીએ સીતારમણ માટે કહ્યું કે ‘મારા મનમાં તમને લઇને ઘણું જ સન્માન છે પરંતુ વિચારું છું કે તમને નિર્મલા સીતારમણની જગ્યાએ ‘નિર્બલા’ સીતારમણ કહેવું યોગ્ય રહેશે. ચૌધરીએ કહ્યું કે તમે મંત્રી પદ પર તો છો, પરંતુ તમારા મનમાં છે તે કહી શકો છો કે નહીં.

નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે કેમ કોર્પોરેટ ટેક્ષ ઘટાડવામાં આવ્યો

આ અગાઉ કોર્પોરેટ ટેક્ષમાં ઘટાડાને લઈને નાણાંમંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, અમેરિકા અને ચીન વચ્ચે ટ્ર્રેડ વોરને ધ્યાનમાં રાખતા એ સંકેતને ધ્યાનમાં રાખીને કે અનેક કોર્પોરેટે અને મલ્ટિનેશનલ કંપનીઓ ચીનની બહાર જશે જેથી અમે સત્વરે જ કોર્પોરેટ ટેક્ષમાં ઘટાડો કર્યો જેથી કરીને ભારતમાં આ કંપનીઓ આવે અને રોજગારી સહિતની તકો વધે.

આ અગાઉ ચૌધરીએ રવિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિતા શાહને ઘુસણખોર કહ્યા હતા. આ નિવેદન પર કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ અધીર રંજનને માફી માગવા કહ્યું હતું. જોકે રંજને માફી માંગવાનો ઈનકાર કરતા ભાજપે પણ સોનિયા ગાંધીને ઘુષણખોર ગણાવી દીધા હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન