finance minister-nirmala-sitharaman-special team-behind-union-budget
  • Home
  • Business
  • આ છે નિર્મલા સીતારમણના “સ્પેશિયલ 6” જેઓએ તૈયાર કર્યું છે બજેટ, જાણો આ ખાસ લોકો વીશે

આ છે નિર્મલા સીતારમણના “સ્પેશિયલ 6” જેઓએ તૈયાર કર્યું છે બજેટ, જાણો આ ખાસ લોકો વીશે

 | 1:14 pm IST
  • Share

નાણામંત્રી (Finance Minister) નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરી એટલે કે સોમવારે 11 વાગ્યે સંસદમાં બજેટ(Budget) રજુ કર્યું. આ બજેટ માટે સમગ્ર વર્ષ માટે બનાવવામાં આવતું હોય છે. સામાન્ય બજેટમાં સરકારની આવક અને ખર્ચનો હિસાબ-કિતાબ હોય છે. આ બજેટ બનાવવાની શરૂઆત પાંચ મહિનાઓ પહેલા શરૂ થઇ જાય છે. આવો જાણીએ નિર્મલા સીતારમણ(Nirmala Sitharaman)ની ટીમના “સ્પેશિયલ 6” વીશે, જેઓની બજેટ તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા રહી છે.

કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમ

કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમ મુખ્ય આર્થિક સલાહકાર છે. તેઓએ ફાઇનાન્સીયેલ ઇકોનોમિક્સમાં પીએચડી કર્યું છે. સુબ્રમણ્યમ મુખ્ય આર્થિક સલાહકાર બન્યા તે પહેલા ઇન્ડિયન સ્કુલ ઓફ બિઝનેસમાં ભણાવતા હતા. સુબ્રમણ્યમને બેંકિંગ, કોર્પોરેટ અને આર્થિક નીતિના એક્સપર્ટ માનવામાં આવે છે.

અજય ભૂષણ પાંડે

અજય ભૂષણ પાંડે રાજસ્વ સચિવ છે. તેઓ 1984 બેચના મહારાષ્ટ્ર કેડરના આઇએએસ છે. આ પહેલા પાંડે UIDAIના CEO પણ રહી ચુક્યા છે. તેઓએ આઈઆઇટી કાનપુરમાંથી ઇલેક્ટ્રીકલ એન્જીનીયરિંગ કર્યું છે. અજય ભૂષણ પાંડે ફેબ્રુઆરીના અંતમાં નિવૃત થવાના છે. પાંડે પર હેલ્થ અને ડિફેન્સ પર ખર્ચ કરવા માટે રેવન્યુ ભેગી કરવા અને મહામારીમાં ટેક્સની ટકાવારી ઓછી રાખીને બેલેન્સ કરવાની જવાબદારી છે.

ટીવી સોમનાથન

ટીવી સોમનાથન ખર્ચ વિભાગના સચિવ છે. તેઓએ અર્થશાસ્ત્રમાં પીએચડી કર્યું છે. સોમનાથન 1987 બેચના તમિલનાડુ કેડરના આઇએએસ અધિકારી છે. આ પહેલા તેઓ વિશ્વબેંકમાં પણ કામ કરી ચુક્યા છે. સોમનાથન 2015 થી 2017 સુધી પ્રધાનમંત્રી કાર્યાલયમાં સંયુક્ત સચિવ તરીકે પણ કાર્યરત હતા.

તરૂણ બજાજ

નાણા મંત્રાલયમાં આર્થિક મામલાના વિભાગના સચિવ તરૂણ બજાજ પીએમઓમાં પણ કામ કરી ચુક્યા છે. તેઓ 1988 હરિયાણા બેચના આઇએએસ અધિકારી છે. તેઓ આત્મનિર્ભર ભારત સહીત તમામ પેકેજોમાં મહત્વની ભૂમિકા અદા કરી ચુક્યા છે.

તુહીનકાંત પાંડે

તુહીનકાંત પાંડે રોકાણ અને સાર્વજનિક પરિસંપત્તિ વિભાગમાં સચિવ છે. કોરોનાને જોતા આ બજેટમાં તેઓની ભૂમિકા મહત્વની બની જાય છે. પાંડે 1987 બેચના ઓરિસ્સા કેડરના આઇએએસ અધિકારી છે. તેઓને 2019માં DIPAMના સચિવ નિયુક્ત કરવામાં આવ્યા હતા.

દેબાશીષ પાંડા

દેબાશીષ પાંડા નાણા મંત્રાલયમાં નાણા સેવા વિભાગમાં પ્રમુખ સચિવ છે. બજેટમાં નાણા સેકટર સાથે જોડાયેલી દરેક જાહેરાતો તેમના ભાગે આવે છે. પાંડા 1987 ઉત્તરપ્રદેશ બેચના આઇએએસ અધિકારી છે. પાંડા આરબીઆઇ સાથે મળીને નાણાના પ્રવાહની સ્થિરતા સુનિશ્વિત કરવાનું કામ કરી રહ્યા છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો