Finance Minister Nirmala Sitharaman Visits Gift city gandhinagar
  • Home
  • Gandhinagar
  • નાણામંત્રી નિર્મલા સીતારમણની GIFT સિટીની મુલાકાતે, 7 સચિવો પણ હાજર

નાણામંત્રી નિર્મલા સીતારમણની GIFT સિટીની મુલાકાતે, 7 સચિવો પણ હાજર

 | 4:21 pm IST
  • Share

  • GIFT સિટીના રોકાણકારો, સ્ટેક હોલ્ડર્સ સાથે બેઠક
  • પોલિસી મેકિંગ માટે બેઠકમાં ચર્ચા કરવામાં આવી
  • આત્મનિર્ભર ભારતની ભાવનાને આગળ વધારાશે

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણ આજે ગુજરાતની મુલાકાતે આવ્યા છે. તેઓ ગિફ્ટ સિટી, ગાંધીનગરમાં દેશના પ્રથમ ઈન્ટરનેશનલ ફાઈનાસિયલ સર્વિસ સેન્ટર (IFSC) ગયા હતા. જ્યાં તેના વિકાસ અને વૃદ્ધિના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

નાણાં મંત્રાલયે શુક્રવારે ટ્વીટ થકી આ જાણકારી આપી આપી હતી. મંત્રાલયે કહ્યું હતું કે, આ ચર્ચા ભારતીય કંપનીઓ માટે દેશની અંદર જ વૈશ્વિક નાણાંકીય સર્વિસને ગિફ્ટ-IFSCના ગેટ વેની ભૂમિકા પર કેન્દ્રિત હશે.

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામણે GIFT સિટીના રોકાણકારો અને સ્ટેક હોલ્ડર્સ સાથે ચર્ચા કરી હતી. તેમની કોર્પોરેટ બાબતોના મંત્રાલયના 7 સચિવોની ટીમ પણ ચર્ચામાં જોડાઈ હતી. આ બેઠકમાં રાજ્યકક્ષાના મંત્રીઓ પંકજ ચૌધરી અને ડૉ ભાગવત કિશનરાવ કરાડ પણ ઉપસ્થિત રહ્યાં હતા.

આ બેઠક એટલા માટે પણ મહત્ત્વની મનાઈ રહી છે. જેમાં ભારતની અંદરના ઈન્ડિયન કોર્પોરેટ્સ માટે ગ્લોબલ ફાઈનાન્સિયલ સર્વિસના ગેટ-વે તરીકે GIFT-IFSCની ભૂમિકા પર ચર્ચા કરવામાં આવી રહી છે.

જણાવી દઈએ કે, ચાલુ વર્ષે કેન્દ્રીય બજેટમાં ગાંધીનગર GIFT સિટીમાં નવું બિઝનેશ પાર્ક બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો