Finance Minister say no proposal to reduce tax on Petrol and Diesel
  • Home
  • Business
  • નિર્મલા સીતારમણનો જોરદાર આંચકો, પેટ્રોલ-ડીઝલને લઈને આપ્યા મહત્વના સંકેત

નિર્મલા સીતારમણનો જોરદાર આંચકો, પેટ્રોલ-ડીઝલને લઈને આપ્યા મહત્વના સંકેત

 | 9:22 pm IST

વૈશ્વિક સ્તરે કાચા તેલના ભાવમાં ભડકો થતા દેશમાં પણ પેટ્રોલ-ડીઝલના ભાવ છેલ્લા ઘણા સમયથી વધી રહ્યા છે. જોકે આ દરમિયાન એવી અપેક્ષા હતી કે આગામી થોડા સમય બાદ ભાવમાં ઘટાડો થશે. પરંતુ હવે આ આશા પર પણ પાણી ફરી વળ્યું હોય એમ લાગી રહ્યું છે.

આપને જણાવી દઈએ કે સોમવારે કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલ પર કોઈ પણ ટેક્સ ઘટાડો નહીં થાય એમ જણાવ્યું છે. ઉપરાંત એમ પણ કહ્યું કે આ જીએસટી હેઠળ આવરી લેવામાં નહીં આવે કારણ કે આ પહેલાથી જ જીએસટીના ઝીરો રેટ કેટેગરીમાં આવે છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં એક સવાલનો જવાબ આપતા કહ્યું કે આખી દુનિયામાં કોઈ એવો દેશ નથી જ્યાં પેટ્રોલ-ડીઝલના ભાવ એક સમયે સ્થિર રહ્યા હોય.

ઉપરાંત તેમને કહ્યું કે પેટ્રોલ અને ડીઝલ પર હાલ ટેક્સ ઘટાડવાનો કોઈ પ્રસ્તાવ નથી. નાણાપ્રધાને એમ પણ કહ્યું કે આ બન્ને વસ્તુઓ પર કોઈ નવો ટેક્સ લાદવાનો પણ હાલ કોઈ પ્રસ્તાવન નથી. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલ પર વિવિધ પ્રકારની એક્સાઇઝ અને કસ્ટમ ડ્યુટી લગાવે છે. આ સિવાય રાજ્ય સરકારો વેટ અને સ્થાનિક ટેક્સ પણ વસૂલ કરે છે.

આ વીડિયો પણ જુઓ: DPS સ્કૂલની મંજૂરી રદ થવા મામલે વાલીઓમાં ભારે રોષ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન