GST લાગુ થતાં ઉદ્યોગોને અપાતી નાણાકીય રાહતો કરાયી બંધ : નીતિન પટેલ - Sandesh
NIFTY 10,462.10 -18.50  |  SENSEX 34,104.99 +-87.66  |  USD 65.4550 +0.25
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • GST લાગુ થતાં ઉદ્યોગોને અપાતી નાણાકીય રાહતો કરાયી બંધ : નીતિન પટેલ

GST લાગુ થતાં ઉદ્યોગોને અપાતી નાણાકીય રાહતો કરાયી બંધ : નીતિન પટેલ

 | 10:28 pm IST

સરકાર દ્વારા ઉદ્યોગોને પ્રોત્સાહન માટે આપવામાં આવતા આર્થિક રાહતો GST લાગુ થતાં બંધ કરી દેવામાં આવી છે, તેવી જાહેરાત સોમવારે ડેપ્યુટી સીએમ નીતિન પટેલે કરી હતી.

જેને પગલે ઉદ્યોગ નીતિ અંતર્ગત અપાતાં લાભો થયા બંધ કરી દેવામાં આવ્યા છે. જેને પગલે ઉદ્યોગ જગતમાં સન્નાટો ફેલાઈ ગયો છે.

ઉદ્યોગો ઉપરાંત સરકારી કામો રાખતા કોન્ટ્રાક્ટરોને પણ GSTને પગલે કોઈ રાહત આપવામાં આવશે નહિં તેવી સ્પષ્ટતા કરવામાં આવી હતી.

નીતિન પટેલે ગાંધીનગર ખાતે કહ્યું હતું કે ટેક્સમાં થયેલો વધારો મજરે આપવાની કોઈ જોગવાઈ નથી. સરકારી કામોના કોન્ટ્રાક્ટમાં ટેન્ડરમાં પણ આવી કોઈ જોગવાઈ નથી. જેને પગલે GSTથી થતો ટેક્સ ભાર કોન્ટ્રાકટરોએ જાતે જ વેંઠવો પડશે. જોકે કોન્ટ્રાકટરોએ કરેલી રજૂઆત અંગે સરકારમાં જાણ કરાશે તેવી હૈયાધારણ તેમણે આપી હતી.

એસોસિએશનના વડાએ રજૂઆત કરતા કહ્યું હતું કે જીએસટીને પગલે નાણાકિય બોજો વધ્યો છે. જેથી જીએસટીનો અમલ ન કરવા અમે માંગણી કરી હતી. ટેક્સમાં વધારો થતાં GSTનો અમલ નહીં કરવા કરેલી માંગણીને દોહરાવી હતી. જેને પગલે નીતિન પટેલે તેમની માંગણીને લઈને સરકારમાં રજૂઆત કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી. જોકે માગણી ન સંતોષાય તો કોન્ટ્રાકટરોએ આંદોલનની ચીમકી આપી હતી.

ઉલ્લેખનિય છે કે કોન્ટ્રાકટર એસોસિએશને ડેપ્યુટી સીએમને GST અંગે રજૂઆત કરી હતી.દરમિયાન ગાંધીનગરમાં કોન્ટ્રાકટર એસોસિએશને ડેપ્યુટી સીએમ નીતિન પટેલને મળીને GSTને પગલે વધતાં કરબોજ અંગે રજૂઆત કરી હતી. શું સરકાર દ્વારા આ અંગે કોઈ રાહત આપવામાં આવશે કે કેમ તે અંગે પૃચ્છા કરી હતી. જે અંગે જવાબ આપતા નીતિન પટેલે સ્પષ્ટ પણે એવું જણાવી દીધું હતું કે આવી કોઈ જોગવાઈ ટેન્ડરોમાં નથી.

કોન્ટ્રાક્ટરોને GSTના કારણે મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે. જેને પગલે પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના કોન્ટ્રાક્ટરોમાં રોષ વ્યાપી ગયો છે. GST મુદ્દે ન્યાય નહીં મળે તો યોજના અટકાવવાની રજૂઆત કરવામાં આવી છે.

કોન્ટ્રાક્ટરો દ્વારા ગુજરાત પાણી પુરવઠા અને ગટર પુરવઠા બોર્ડના પ્રમુખ અનિલ પ્રજાપતિને પણ રજૂઆત કરવામાં આવી હતી. દરમિયાન સોમવારે ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પાસે પ્રશ્નો રજૂ કરવામાં આવતાં તેમણે GST કાઉન્સિલમાં રજૂઆત માટે હૈયાધારણ આપી હતી. વહીવટી પ્રશ્નોનો ઉકેલ લાવવા  પ્રયત્ન કરવામાં આવશે તેવો ભરોસો આપ્યો હતો. જોકે તેમણે સપ્ષ્ટ કર્યું હતું કે ટેક્સના મુદ્દે કોઈ સમાધાન થઈ શકે નહિં.