Financially Strapped Pakistan is asking for Donations agains Modi
  • Home
  • Featured
  • PM મોદી દુનિયા ગજવતા હશે ત્યારે જ પાક. કરશે નીચ હરકત, ખુદ ઈમરાને બનાયો પ્લાન

PM મોદી દુનિયા ગજવતા હશે ત્યારે જ પાક. કરશે નીચ હરકત, ખુદ ઈમરાને બનાયો પ્લાન

 | 4:44 pm IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22મી સપ્સ્ટેમ્બરે અમેરિકાના હ્યૂસ્ટનમાં મેગા ઈવેન્ટ કરવા જઈ રહ્યાં છે. ‘Howdy Modi’ના નામના આ કાર્યક્રમમાં પીએમ મોદી 50 હજાર ભારતીય મૂળના નાગરિકોને સંબોધશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ પણ આ ઈવેન્ટમાં હાજર રહેશે. દુનિયાભરના લોકોની આ કાર્યક્રમ પર નજર છે. જ્યારે પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે અને નીચ કક્ષાની હરકત કરવાનું શરૂ કરી દીધું છે.

પાકિસ્તાનના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે પૈસા કમાવવાની ફિરાકમાં છે. જેના માટે પાકિસ્તાનના નાગરિકે એક બનાવટી એકાઉન્ટ બનાવ્યું છે. આ એકાઉન્ટ દ્વારા ના માત્ર અમેરિકામાં વસવાટ કરી રહેલા પાકિસ્તાની નાગરિકોને વિરોધ પ્રદર્શનો માટે એકત્ર કરવામાં આવી રહ્યાં છે પણ તેમની પાસે ડૉનેશન પણ માંગવામાં આવી રહ્યું છે.

બનાવટી એકાઉન્ટ ‘IHF’ના નામથી બનાવવામાં આવ્યું છે. ‘IHF’ એટલે કે ઈન્ટરનેશનલ હ્યૂમેનિટેરિયન ફાઉન્ડેશનના નામે એક બનાવટી એકઉન્ટ બનાવવામાં આવ્યું છે. તેણે પોતાના હેસટેગ અનેક પેજના નામ આપ્યા છે. જેમાં ‘SFJ’ એટલે કે સિખ ફોર જસ્ટિસને પણ ટેગ કરવામાં આવ્યા છે. ખાલિસ્તાન સમર્થકો અગાઉ આ હેશટેગનો ઉપયોગ કરી ચુક્યા છે.

પીએમ મોદીના કાર્યક્રમમાં ખલેલ પહોંચાડવા પાકિસ્તાને ઘડ્યો પ્લાન

ખાલિસ્તાન સમર્થકો મોદી વિરોધી પોસ્ટરો તૈયાર કરવામાં લાગી ગયા છે. તેવી જ રીતે હાઉડી મોદી ઈવેન્ટનો વિરોધ માટે પાકિસ્તાને મોટા પાયે તૈયારીઓ કરી હોવાનું જાણવા મળે છે. વિરોધ પ્રદર્શનો માટે ભીટ એકઠી કરવા અને તેને પ્રદર્શન સ્થળ સુધી લઈ જવા માટે બસોની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. આ બસના રૂટ અને તેનું ટાઈમ ટેબલ પણ સામે આવ્યું છે. આ ટાઈમ ટેબલમાં પિકઅપ ડ્રોપના પોઈન્ટ પણ ગણાવવામાં આવ્યા છે.

ખુદ ઈમરાન ખાને આ અધિકારીને સોંપી જવાબદારી

પ્લાન પ્રમાણે 22 સપ્ટેમ્બરે જ્યારે પીએમ મોદી ટ્રમ્પ સાથે હ્યૂસ્ટનમાં એક સ્ટેજ પર આવશે ત્યારે જ સ્ટેડિયમની બહાર પાકિસ્તાનીઓ તેનો વિરોધ કરશે. તેવી જ રીતે પીએમ મોદી જ્યારે 27 સપ્ટેમ્બરે યૂએનજીએને સંબોધિત કરશે, તે દરમિયાન પણ પાકિસ્તાન ન્યૂયોર્કમાં પ્રદર્શનો કરવાની તૈયારી કરી રહ્યું છે. ખુદ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને આ કામની જવાબદારે પોતાના સલાહકાર જુલ્ફી બુઝારીને સોંપી છે, જે સતત અમેરિકામાં રહેતા ખાલિસ્તાન સમર્થકો અને પાકિસ્તાની ગ્લોબલ ફાઉંડેશનના ચીફ સાથે મળીને એક રણનીતિ તૈયાર કરી રહ્યાં છે.

આ વીડિયો પણ જુઓ : કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની મોટી જાહેરાત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન